કોરોનાના વધતા કેસ મુદ્દે બેઠક માં ચર્ચા થઈ રહી છે સાથે સાથે અન્ય ગંભીર પ્રશ્નોની પણ ચર્ચા વિચારણાઓ થઈ રહી છે.
ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 171 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 17348 પર પહોંચ્યો છે.
કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં 200-300 કેસથી થઇ હતી, તો એક્ટિવ કેસનો આંકડો પણ 1000 આસપાસ આવી પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ કફોડી છે.
અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 798 કેસ અને ગ્રામ્યમાં 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 615 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 196 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 218 કેસ, જ્યારે ગ્રામ્યમાં 124 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 321 કેસ અને ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.