બેંગલુરુમાં આ મહિને 472 કેસમાંથી 244 છોકરાઓ કોરોના સંક્રમિત થયા છે. આ બાળકોની ઉંમર 10 વર્ષથી ઓછી છે.
નવા કેસ અને એક્ટિવ કેસની સંખ્યા અનેક રાજ્યોમાં સતત વધી રહી છે. આ સમયે કર્ણાટકની રાજધાની બેંગલુરુએ ચિંતા વધારી છે. અહીં 10 વર્ષથી નાની ઉંમરના બાળકો સંક્રમણનો વધારે શિકાર બની રહ્યા છે. આ ઉંમરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ મહિને અહીં 10 વર્ષથી નાની ઉંમરના 472 બાળકો સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.
અનેક બાળકો વધારે સમય બહાર વીતાવે છે અને પરિવાર પણ બહાર જઈ રહ્યા છે તેનાથી કોરોના વાયરસ ફેલાવવાની શક્યતા વધી છે. આ મહિને 472 બાળકોમાં 244 છોકરાઓ અને 228 છોકરીઓનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર કર્ણાટકના કોરોનાને લઈને ટેક્નિકલ એડવાઈઝરી કમિટિના સભ્યએ કહ્યું કે તેઓ વધતા કેસથી પરેશાન નથી.
માર્ચના પહેલા અઠવાડિયામાં બેંગલુરુ મહાનગર પાલિકામાં 10 વર્ષથી નાની ઉંમરના 8-11 બાળકોમાં કોરોના સંક્રમણ મળ્યું હતું. જે ગયા અઠવાડિયામાં રોજના 32-46 કેસસુધી વધ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.