કોરોનાની બીજી લહેર પડી છે ધીમી,જેનો અંદાજો લગાવી શકાય છે કોરોનાગ્રસ્તની સંખ્યા અને મોતની સંખ્યાથી….!!

ગત એક મહિનામાં મોતની સંખ્યામાં 45 ટકાનો ઘટાડો નોંધાયો છે.  આ આંકડા 14થી 20 જૂનની વચ્ચે છે.  આ દરમિયાન મોતની સંખ્યા પણ 14 હજારની નીચે પહોંચી ગઈ છે. ગત 9 અઠવાડિયા દરમિયાન એવું પહેલી વાર જોવા મળ્યું છે કે એક દિવસમાં મોતની સંખ્યા 2 હજારથી નીચે રહી છે.

ગત અઠવાડિયામાં એટલે કે 14થી 20 જૂન દરમિયાન દેશભરમાં કોરોનાથી 13886 લોકોના જીવ ગયા છે. જેનાથી ગત અઠવાડિયાના આંકડા 2508 હતો. દેશભરમાં કોરોનાથી થનારી મોતની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયી રહ્યો છે.  પરંતુ એક અઠવાડિયામાં આટલા મોટા ઘટાડાનું કારણે બેકલોગ ડેટામાં ઘટાડો છે. ઉલ્લેખનીય છે કે આ જૂના ડેટા છે જે રાજ્ય સરકાર હવે કેન્દ્રને મોકલી રહી છે.

જૂની સંખ્યાની સૌથી વધારે રિપોર્ટિંગ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં થઈ છે.  અહીં મેના પહેલા અઠવાડિયાથી લઈને અત્યાર સુધી 27600 મોતની સંખ્યા જોવા મળી છે.  જ્યારે તેમાં 22, 875 જૂના મોત છે. રાજ્યમાં સંક્રમણના કુલ મામલા વધીને 59, 72, 781 થઈ ગયા છે અને મૃતકોની સંખ્યા વધીને 1, 17, 961 થઈ ગઈ. જ્યાકે 9101 દર્દી સાજા થયા છે.

આ દરમિયાન શનિવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરી કહ્યુ કે જો કોઈ વ્યક્તિનું કોરોનાથી મોત હોસ્પિટલની બહાર થયું છે તો તેને કોવિડ ડેથ નહીં મનાય.  આ પહેલા સરકારે ફક્ત હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીના મોતના આંકડાને રજૂ કરી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.