કોરોનાની બીજી લહેર એ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ભારત (India)માં કોરોનાના વધતા આંકડા હવે દુનિયાને પણ ડરાવવા લાગ્યા છે.
દેશમાં કોરોનાની બગડતી સ્થિતિનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે દેશમાં છેલ્લા ત્રણ દિવસથી સતત કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4 લાખથી વધુ નોંધાઈ રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 4,03,738 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 ના કારણે 4,092 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,22,96,414 થઈ ગઈ છે.
24 કલાકમાં 3,86,444 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 37,36,648 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,42,362 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.