કોરોનાની બીજી લહેરનો કહેર,મહામારીએ તોડ્યા તમામ રેકોર્ડ,મોતનો આંક 900ને પાર થતા વધી ચિંતા

મહામારી અત્યારસુધીના પીક પર પહોંચી છે. વર્લ્ડોમીટર અનુસાર 24 કલાકમાં દેશમાં 1,69,899 નવા કેસ આવ્યા છે તો સાથે જ એક દિવસમાં સૌથી વધારે એટલે કે 904 મોતનો આંક પણ ચોંકાવનારો સાબિત થઈ રહ્યો છે.

ગયા અઠવાડિયે 7માંથી 6 દિવસમાં રોજ સંક્રમણના કેસ 1 લાખથી વધુ આવ્યા છે. સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે પણ સાથે જ રિકવર થઈ રહેલા દર્દીની સંખ્યા ઘટી રહી છે અને દેશની ચિંતા વધી રહી છે. દેશમાં સારવાર લઈ રહેલા દર્દીની સંખ્યા ઉચ્ચ સ્તરે પહોંચી છે.

જ્યારે પહેલી લહેરના લગભગ 97 હજારથી વધારે નવા કેસ આવ્યા છે. રવિવારે 5 તારીખે 24 કલાકમાં પહેલીવાર સંક્રમણનો આંક 1 લાખેને પાર કરી ચૂક્યો હતો.અને સાથે જ ત્યારથી રોજ 1 લાખથી વધુ નવા કેસઆવતા ચિંતા વધી રહી છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા છે અને મોતના આંકમાં પણ વધારો જોવા મળ્યો છે. આ સમયે દેશમાં સંક્રમણના કુલ કેસમાં બમણો વધારો થવાનો સમય 60.2 દિવસનો થઈ રહ્યો છે

5 એપ્રિલની સવારે દેશમાં સક્રિય દર્દીનો આંક  7,37,872 હતો જે 11 એપ્રિલની રાતે  11,89,856 સુધી પહોંચી ચૂક્યો છે. એટલે કે એક અઠવાડિયામાં એક્ટિવ કેસમાં 50 ટકાનો વધારો થયો છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.