રાજ્યમાં હાલ, સુરતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે. ગુજરાતમાં હાલ સુરતમાં સૌથી વધુ 3694 એક્ટિવ કેસો છે. ત્યારે સુરત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં કોરોનાના રિકવરી રેટમાં વધારો નોંધાયો છે. સુરત શહેરમાં રિકવરી રેટ વધીને 73 ટકા થયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી દરરોજ નોંધાતા પોઝિટિવ કેસના આંકડામાં પણ ઘટાડો થયો છે.
એટલું જ નહીં, ડિસ્ચાર્જ થતાં દર્દીઓના આંકડાઓમાં પણ વધારો થયો છે. ગત રોજ શહેરમાં નવા 183 પોઝિટિવ કેસ નોંધાયા હતા. શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 12,345 ઉપર પહોંચી છે. શહેરમાં વધુ 5ના મોત સાથે કુલ મૃત્યુઆંક 534 પર પહોંચ્યો છે. જિલ્લામાં નવા 48 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 3017 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં વધુ 5ના મોત સાથે કુલ મૃત્યુઆંક 134 પર પહોંચ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.