કોરોનાના કારણે આવન જાવન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેની અસર ટ્રાન્સપોર્ટ સેક્ટરને રોજ ભારે નુકસાન સાથે સહન કરવી પડી રહી છે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની કોર કમિટિના સભ્ય બી. મલકિત સિંહના આધારે હાલમાં રોજ ટ્રાન્સપોર્ટ સેક્ટરને 315 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
સૌથી વધારે બંધની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. તમામ પ્રતિબંધની સાથે ટ્રાન્સપોર્ટ સેક્ટરને રોજ ઓછામાં ઓછા 315 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
હાલમાં અનિવાર્ય ચીજો સિવાય ફક્ત મેડિકલ ગુડ્સ, પીપીઈ કિટ, મેડિસીન, ઓક્સીજન સિલિન્ડર અને ફૂડ્સ આઈટમને માટે ટ્રકનો ઉપયોગ થઈ રહ્યો છે. જ્યારે બાકીની સેવામાં કાર્યરત ટ્રક આરામ કરી રહ્યા છે.
બી. મલકિત સિંહના આધારે ટ્રાન્સપોર્ટ સેક્ટર અત્યારે 2020ના લોકડાઉનના નુકસાનથી બહાર આવ્યું નથી ત્યાં ફરીથી સંકટ આવ્યું છે. તેના કારણે ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટરની સમસ્યા વધી છે
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસનું કહેવું છે કે ટ્રાન્સપોર્ટરોને ટેક્સ, વીમાનો બપ્તો, ટ્રકની ઈએમઆઈ, ડ્રાઈવર અને કર્મચારીઓની સેલેરી, સંસ્થાના ખર્ચનો પ્રબંધ કરવાનો રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.