વડોદરામાં કોરોના વાઇરસના કારણે,સ્થિતિ એટલી હદે વિકરાળ બની ગઈ છે,જેનો અંદાજ લગાવવો છે મુશ્કેલ

વડોદરામાં (Vadodara) કોરોના વાઇરસના (Coronavirus) કારણે સ્થિતિ એટલી હદે વિકરાળ બની ગઈ છે જેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. એકબાજુ કોરોના વાઇરસના કારણે સ્થિતિ એટલી વિકટ બની છે કે સ્મશાનમાં સતત ભઠ્ઠીઓ સળગી રહી છે.

એમ્બ્યુલન્સની કતારોથી હૉસ્પિટલના પાર્કિંગ છલકાઈ રહ્યા છે તેવામાં શહેરમાં એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ ખૂટી પડી હોય તેવી વિકટ સ્થિતિ છે. જો આ સ્થિતિમાં કોઈનું કુદરતી મૃત્યુ થાય તો તેમના માટે મૃતદેહ લઈ જવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી.

વડોદરામાં એમ્બ્યુલન્સ અને શબવાહિની ન મળવાના કારણે એક 65 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ પરિવારને રેકડીમાં લઈ જવાની ફરજ પડી છે.

અવસાન બાદ પરિવારે તેમના મૃતદેહને સ્મશાને અંતિમવિધિ માટે લઈ જવાની તજવીજ શરૂ કરી હતી. એક બાજુ સ્વજન ગુમાવ્યાનું દુખ બીજી બાજુ પ્રાથમિક સુવિધાની કટોકટી.

ભૌગોલિક સ્થિતિની દૃષ્ટીએ અંતર વધારે નથી છતાં પણ આ પ્રકારના દૃશ્યો ‘સંસ્કારી નગરી’ વડોદરા માટે સ્વાસ્થ્યની કટોકટી હોવાનો ચિતાર રજૂ કરે છે ત્યારે લોકોએ હજુ પણ ચેતી જવાની જરૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.