કોરોનાનો નવો સ્ટ્રેન, 30 વર્ષથી લઈને 55 વર્ષ સુધીના લોકોને, કરી રહ્યો છે સંક્રમિત

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાનું સંક્રમણ વધ્યુ છે. હાલ રાજ્યમાં 6000 જેટલા પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનો નવો સ્ટ્રેન 30 વર્ષથી લઈને 55 વર્ષ સુધીના લોકોને સંક્રમિત કરી રહ્યો છે. રાજ્યની હોસ્પિટલોમાં બેડની અછત છે. તો બીજી તરફ સ્મશાનની બહાર અંતિમ સંસ્કાર કરવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. ત્યારે રાજ્યમાં કોરોનાના દર્દીની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે.

સુરતની સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના નામ પર ઇન્જેક્શન દર્શાવીને ઇન્જેક્શન બારોબાર સગેવગે કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. 150 જેટલા ઇન્જેક્શનોનો હિસાબ ન મળ્યો હોવાના કારણે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રાગીણી વર્માએ તપાસના આદેશ આપ્યા છે. મહત્ત્વની વાત છે કે, કોરોના વોર્ડમાં દર્દીઓ દાખલ હોય તેમના નામે ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે

લોકોને જાણવા મળ્યું હતું કે, કિરણ હોસ્પિટલમાં રેમડેસીવીરનો જથ્થો આવી રહ્યો છે. તેથી લોકોએ કિરણ હોસ્પિટલની બહાર ત્રણ-ત્રણ કિલોમીટર જેટલી લાઇન લગાવી હતી. તો બીજી તરફ સુરતના ભાજપ કાર્યાલય પરથી પણ 900 જેટલા ઇન્જેક્શનો લોકોને ફ્રીમાં આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, જિલ્લા કલેકટરે સોમવારે જાહેરાત કરી હતી કે તંત્ર પાસે રહેલા 3000 ઇન્જેક્શનમાંથી 2000 જેટલા ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલોને ફાળવવામાં આવ્યા છે અને

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.