દુનિયામાં કોરોના વેક્સિનના નવા ડેલ્ટા વેરિઅન્ટની વિરોધમાં વેક્સિનનો પ્રભાવ ઓછો જોવા મળી રહ્યો છે. આ વાત WHOના સંક્રામક રોગ વિશેષજ્ઞોએ કહી છે. વિશેષજ્ઞોએ એમ પણ કહ્યું છે કે ભવિષ્યમાં નવા મ્યુટેશન પણ જોવા મળી શકે છે.
આંકડાના આધારે યૂનાઈટેડ કિંગડમમાં ત્રીજી લહેરનો પ્રકોપ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કારણે વધી રહ્યો છે. હવે ડેલ્ટા વેરિઅન્ટમાં મ્યુટેશનના પછી ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ બન્યો છે. ભારતમાં હવે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે પણ પગપેસારો શરૂ કર્યો છે. હાલમાં મહારાષ્ટ્ર અને કેરળમાં પણ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના અનેક કેસ આવ્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારે કહ્યું કે રાજ્યમાં ડેલ્ટા વેરિઅન્ટના 21 નવા કેસ સામે આવ્યા છે.
આ પહેલા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે વૈજ્ઞાનિકોને પોતાની શોધની પ્રારંભિક રિપોર્ટમાં જાણકારી આપી હતી કે કોવિશીલ્ડ અને કોવેક્સીન કોરોના વાયરસના B.1.617.2 વેરિઅન્ટના વિરોધમાં થોડા એન્ટીબોડી તૈયાર કરવામાં સફળ રહી છે.
જૂનની શરૂઆતમાં લૈસેંટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક બ્રિટિશ અધ્યયને ડેલ્ટા, અલ્ફા અને બીટા વેરિઅન્ટના સંપર્કમાં આવનારી વેક્સિનથી લોકોમાં બનનારી એન્ટીબોડીને નિશ્ક્રિય કરવાના સ્તરને ચેક કર્યું હતું. કોરોના વાયરસના નવા સ્વરૂપોને લઈને વૈજ્ઞાનિક સતત રિસર્ચ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.