કોરોનાનું સૌથી વધારે સંક્રમણ, હાલ સુરત શહેરમાં છે,ચૂંટણી પછી સુરતમાં કોરોનાના કેસમાં, થઈ રહ્યો છે સતત વધારો

ચૂંટણી પછી સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 21 માર્ચના રોજ સુરતમાં કોરોનાના 405 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા.

કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા એક ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે અને ટાસ્ક ફોર્સ સુરતના ટેક્સટાઇલ માર્કેટ, હીરા બજાર અને શાકભાજી માર્કેટમાં નિયમ ભંગ કરતા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરશે.

21 માર્ચના રોજ અલગ-અલગ ઝોનમાંથી માસ્કના નિયમોનો ભંગ કરનારા 271 લોકો પાસેથી એક હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હતી.

ઉધના ઝોનમાં 99 લોકોનો ટેસ્ટ કરતાં 8 વ્યક્તિ પોઝિટિવ મળ્યા હતા. અઠવા ઝોનમાં 285 લોકોનો ટેસ્ટ કરવામાં આવતા 8 લોકો પોઝિટિવ મળ્યા હતા. આ ઉપરાંત લિંબાયત ઝોનમાં 114 લોકોનો ટેસ્ટ કરવામાં આવતા 4 વ્યક્તિ પોઝિટિવ મળ્યા હતા. તો બીજી તરફ વરાછા-એ ઝોનમાં 87 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, વરાછા-બી ઝોનમાં 135 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

માત્ર સેન્ટ્રલ ઝોન, ઉધના ઝોન, અઠવા ઝોન અને લિંબાયત ઝોનમાંથી ચાની લારીવાળા અને કરિયાણાની દુકાનવાળા લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આમ સુરત મહાનગરપાલિકાએ ચાની લારીવાળા અને દુકાનદારો આમ કુલ 898 લોકોનો ટેસ્ટ કર્યો હતો અને તેમાંથી 22 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. સુરતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતાં સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.