કોરોનાની ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. એવામાં અમદાવાદ સ્થિત સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે અને 20 જેટલા કેદીઓ તેમજ 2 પોલીસ કર્મચારીઓનો સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા જેલ વિભાગ સતર્ક થઈ ગયું છે.
સેન્ટ્રલ જેલમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો આવતા જેલ વિભાગે આજથી કેદીઓ અને સ્ટાફને કોરોના વિરોધી રસીનો પ્રિકોઝન ડોઝ આપવાનું શરૂ કર્યું છે અને જે અંતર્ગત આજે 20 જેટલા કેદીઓ તેમજ પોલીસ કર્મચારીઓને પ્રિકોઝન ડોઝ આપવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, હાલ સેન્ટ્રલ જેલમાં કાચા અને પાકા કામના મળીને કુલ 3,480 કેદીઓ છે. જેમાં રોજબરોજ કેદીઓની સંખ્યામાં વધારો-ઘટાડો થતો હોય છે. દરરોજ નવા 30 થી 40 કેદીઓ આવતા હોય છે. જેમના માટે આઈસોલેશન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ નવા કેદીઓનો કોવિડ રિપોર્ટ આવ્યા બાદ તેઓને મૂળ બેરેકમાં રાખવામાં આવે છે અને આ સાથે જ દરેક કેદીઓનો દરરોજ હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી કોવિડ પોઝિટિવ દર્દીઓ બીજા દર્દીઓને સંક્રમિત ના કરે.
હાલ 3523 કેદીઓ પ્રથમ ડોઝ અને 2000 કેદીઓ બીજો ડોઝ પૂર્ણ થઈ ગયો છે અને અન્ય બાકી કેદીઓ બીજા ડોઝ લેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.