ન્યુઝીલેન્ડમાં નોંધાયો કોરોનાનો પ્રથમ કેસ, નોંધાયાની સાથે જ લગાવી દીધું આટલાં દિવસનું લોકડાઉન..

ન્યૂઝીલેન્ડમાં છ મહિના બાદ કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે કોરોના ના કેસ સામે આવ્યા બાદ ન્યુઝીલેન્ડનાં પીએમ જેસિન્ડા આડઁને દેશભરમાં ત્રણ દિવસના લોકડાઉન ની જાહેરાત કરી છે આ કેસ મંગળવારે ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડમાં પ્રકાશમાં આવ્યો હતો.ત્યાર બાદ દેશભરમાં ત્રણ દિવસનું લોકડાઉન જાહેરાત કરવામાં આવી હતી.

કોરોના વેવ દરમિયાન ન્યૂઝીલેન્ડે શાનદાર કામ કર્યું. આ જ કારણ છે કે ફેબ્રુઆરી પછી ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો આ પહેલો કેસ છે. આરોગ્ય અધિકારીઓએ ઓકલેન્ડમાં મળી આવેલા આ ચેપનું સ્ત્રોત શોધવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

ન્યુઝીલેન્ડમાં તેની કુલ વસ્તીના 32 ટકા લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો 18 ટકા વસ્તીને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ન્યૂઝીલેન્ડમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં માત્ર 26 લોકોના મોત થયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.