કોરોનાનો દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર પગ પેસારો ; અઠવાડિયામાં નોંધાયા ૮૦+ કેસ..

વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના કરી ધીમી ગતિએ દક્ષિણ ગુજરાતમાં પગ પેસારો કરતો દેખાઇ રહ્યો છે. ફક્ત બે અઠવાડિયામાં જ દક્ષિણ ગુજરાતમાં કોરોનાના 81 નવા કેસ દેખાયા છે. જ્યારે વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમિત એક વૃદ્ધ મોતને ભેટ્યો હતો. શુક્રવારે સુરત શહેરમાં કોરોનાના નવા ૬ કેસ વલસાડમાં ૫ અને નવસારી- તાપી માં ૧-૧ કેસ નોંધાયા હતા.

દિન-પ્રતિદિન વધી રહેલા કોરોના ના કેસ ને પગલે તબીબોમાં ચિંતા જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સુરત શહેરમાં નવા ૬ કેસ સાથે કોરોનાના કુલ દર્દીઓનો આંકડો ૧,૧૧,૬૦૩ થયો હતો.અને મરણઆંક ૧૬૨૯ ઉપર સ્થિર રહ્યો હતો.

આમ આજદિન સુધીમાં સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ કેસ ૧,૪૩,૭૫૧ અને મૃત્યુ આંક ૨૧૧૫ ઉપર પહોંચ્યો છે. જયારે એકિટવ કેસ વધીને ૭૧ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.