કોરોના સંકટ: ગુજરાતમાં 5 દિવસમાં બદલાઇ ગઇ તસવીર, મહારાષ્ટ્ર બાદ સૌથી મોટુ હોટસ્પોટ

દેશભરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 20 હજારને પાર થઇ ગયો છે. આ દરમિયાન ગુજરાતના ભયાનક આંકડા બહાર આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોના ચેપ તેમજ મૃત્યુના કેસોમાં ઝડપથી વધારો થયો છે. આનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે માત્ર 5 દિવસમાં જ ગુજરાત કોરોના અસરગ્રસ્ત રાજ્યોની યાદીમાં સીધા છઠ્ઠા નંબરથી બીજા નંબરે આવી ગયુ છે. તે જ સમયે, રાજ્યમાં 100 થી વધુ મૃત્યુ નોંધાયા છે અને દર્દીઓની રિકવરીનો દર પણ સૌથી ઓછો છે.

5 દિવસમાં કથળી સ્થિતિ
હાલમાં મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં સૌથી વધુ કોરોના દર્દીઓ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 5, 649 કેસ છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો 2,407 પર પહોંચી ગયો છે. તમે અનુમાન લગાવી શકો છો કે કોરોના ગુજરાતમાં એટલી ઝડપે પગ પેસારો કરી રહ્યો છે કે માત્ર 5 દિવસમાં આ રાજ્ય દેશના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોની યાદીમાં છઠ્ઠા ક્રમેથી બીજા સ્થાને પહોંચી ગયું છે. 17 એપ્રિલના રોજ ગુજરાત છઠ્ઠુ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય હતું, પરંતુ 22 એપ્રિલે આ બધા રાજ્યો કરતા ગુજરાત વધુ અસરગ્રસ્ત બન્યું.

રિકવરી દર માત્ર 6.3 ટકા
ગુજરાતમાં પણ સૌથી ઓછો રિકવરી રેટ છે. અહીં દર્દીઓનો રિકવરી દર માત્ર 6.3 ટકા છે. એટલે કે, કુલ કેસોમાંથી 144 લોકો સાજા થયા છે. જ્યારે ભારતમાં કુલ 20,471 પોઝિટિવ કેસમાંથી 3,960 લોકો રિકવર થયા છે. એટલે કે, રિકવરી રેટ 19 ટકા છે. ગુજરાતમાં અમદાવાદનો રિકવરી દર 3.9% છે. અહીં 56  લોકો સ્વસ્થ થયા છે જ્યારે સુરત અને વડોદરાનો રિકવરી દર અનુક્રમે ફકત 3 અને 3.8 છે.

રાજ્યમાં દરરોજ 3 હજાર ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. પહેલા જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા તેટલા જ ટેસ્ટ કરાશે. દરરોજના 3 હજાર ટેસ્ટમાંથી 2500 ટેસ્ટ અલગ-અલગ વિસ્તારમાં કરવામાં આવશે જ્યારે 500 ટેસ્ટ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોમાં કરાશે.

રિકવરી દર ઓછા શા માટે
રિકવરી દરમાં બાકીના રાજ્યો કરતા ગુજરાતે ઘણું વધારે કરવાની જરૂર છે. દેશના રિકવરી દર જેટલો દર ગુજરાતે મેળવવા માટે, ઓછામાં ઓછા 280થી વધુ લોકોનું સ્વસ્થ થવુ જરૂરી છે. જેથી હોસ્પિટલ અને આરોગ્ય કર્મચારીઓનો ભાર ઓછો થાય. સુરતનાં આરોગ્ય અધિકારી પીએચ ઉમરીગર કહે છે, ‘કોરોનાનું રિકવરી ચક્ર 14 દિવસથી 21 દિવસનું છે. દુર્ભાગ્યવશ, છેલ્લા 21 દિવસોમાં અમારી પાસે મોટી સંખ્યામાં દર્દીઓ હતા. તેથી અમે અપેક્ષા રાખીએ છીએ કે આગામી કેટલાક દિવસોમાં રિકવરી દર વધશે.

કુલ દર્દી 2407, 103ના મોત અને 179 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 1501 62 86
વડોદરા 207 10 08
સુરત 415 12 13
રાજકોટ 41 00 12
ભાવનગર 32 05 18
આણંદ 30 02 04
ભરૂચ 24 03 03
ગાંધીનગર 17 02 11
પાટણ 15 01 11
નર્મદા 12 00 00
પંચમહાલ 11 02 00
બનાસકાંઠા 16 00 01
છોટાઉદેપુર 11 00 01
કચ્છ 06 01 01
મહેસાણા 07 00 02
બોટાદ 09 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 00
ખેડા 03 00 00
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 12 00 00
અરવલ્લી 17 01 00
તાપી 01 00 00
વલસાડ 03 01 00
નવસારી 01 00 00
કુલ 2407 103 179

ગુજરાતમાં મૃત્યુદર પણ વધુ
ગુજરાતનો મૃત્યુ દર પણ ઉંચો છે. અહીં 95 દર્દીઓનાં મોત સાથે મૃત્યુ દર 4.1 છે. આ ભારતમાં થયેલા કુલ 640 મૃત્યુ કરતાં 28  ટકા વધારે છે. મુખ્ય આરોગ્ય સચિવ આના પાછળનું કારણ જણાવે છે કે, ‘ગુજરાતમાં કો-મોર્બિડ કેસ વધુ છે. તેથી મૃત્યુ દર પણ વધારે છે. ‘ કો-મોર્બિડ કેસો એટલે કે જેને આરોગ્ય સંબંધિત એક કરતા વધારે ફરિયાદ છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

રાજ્ય કેટલા સંક્રમિત થયા કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 5649 789 269
દિલ્હી 2248 724 48
તમિલનાડુ 1629 662 18
મધ્યપ્રદેશ 1603 152 80
રાજસ્થાન 1888 344 27
ગુજરાત 2407 179 103
ઉત્તરપ્રદેશ 1449 173 21
તેલંગાણા 943 194 24
આંધ્રપ્રદેશ 813 120 24
કેરળ 437 308 03
કર્ણાટક 427 131 27
જમ્મુ-કાશ્મીર 407 92 05
પશ્વિમ  બંગાળ 423 73 15
હરિયાણા 264 158 3
પંજાબ 278 53 16
બિહાર 141 42 2
ઓરિસ્સા 83 32 01
ઉત્તરાખંડ 46 23 00
હિમાચલ પ્રદેશ 40 11 02
આસામ 35 19 01
છત્તીસગઢ 36 28 00
ઝારખંડ 46 00 02
ચંદીગઢ 29 14 02
લદ્દાખ 18 14 00
આંદામાન-નિકોબાર 16 11 00
મેઘાલય 12 00 01
ગોવા 07 07 00
પુડ્ડુચેરી 07 04 00
મણિપુર 02 01 00
ત્રિપુરા 02 01 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
દાદરા નગર હવેલી 01 00 00
મિઝોરમ 01 00 00
નાગાલેન્ડ 01 00 00

તપાસના 2 દિવસમાં થઇ રહ્યાં છે મોત
ગુજરાતમાં બુધવારે 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુઆંક 103 પર પહોંચી ગયો છે. માહિતી અનુસાર, કોવિડ -19 દર્દીઓમાંથી 66 ટકા તપાસના બે દિવસમાં મૃત્યુ પામ્યા છે. 19 એપ્રિલ સુધીમાં મૃત્યુ પામેલા 71 લોકોમાંથી 47 લોકો બે દિવસમાં જ મરી ગયા. તપાસના દિવસે જ 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તે જ સમયે, 15 લોકો એક દિવસ પછી મૃત્યુ પામ્યા હતા અને 19 દિવસ બે દિવસ પછી કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હતા.

ગુજરાતના આ 3 શહેરોની સ્થિતિ ખરાબ
આ સમયે, સ્થાનિક સરકારી સંસ્થાની વ્યૂહરચના અને તેના ગ્રાઉન્ડ લેવલ પરના કાર્યથી કોરોના ચેપના પ્રભાવોને ઘટાડવામાં મદદ મળી શકે છે. ગુજરાતમાં હાલમાં 3 એવા શહેરો છે જ્યાં પરિસ્થિતિ જોખમી બની છે. અમદાવાદ, સુરત અને વડોદરા જ્યાં અનુક્રમે 1,434, 364 અને 207 કેસ છે. ગુજરાતમાં કુલ કોરોના 88 ટકા કેસ અહીંના છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.