નાણાકીય વર્ષનો અંતિમ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં કોરોના વાયરસના કહેરથી દેશ પરેશાન છે. આ વચ્ચે સરકાર પાસેથી સામાન્ય જનતાને રાહતના સમાચાર મળ્યા છે. આવો, 10 પોઈન્ટમાં જાણીએ કેટલિક રાહતની વાતો….
– આગામી 3 મહિના માટે એટીએમમાંથી પૈસા ઉપાડવાનું ફ્રી કરી દેવામાં આવ્યું છે. મતલબ કે તમે કોઈપણ બેન્કના એટીએમથી કેશ કાઢો છો તો તેના પર કોઈ ચાર્જ લાગશે નહીં. આ સાથે મિનિમમ બેલેન્સની ઝંઝડમાંથી મુક્તિ મળી ગઈ છે. મતલબ બેન્ક એકાઉન્ટમાં કેશ રાખવાની જરૂર નથી. ડિજિટલ ટ્રેડ માટે બેન્ક ચાર્જ ઘટાડવામાં આવ્યો છે. તેનો ઇરાદો ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનો છે.
સરકારે આધાર-પાન લિંક કરવાની છેલ્લી તારીખ વધારીને 30 જૂન 2020 કરી દીધી છે. અત્યાર સુધી આ ડેડલાઇન 31 માર્ચ હતી. હવે તમે 30 જૂન 2020 સુધી આધાર-પાન લિંકિગ કરાવી શકો છો.
વિવાદથી વિશ્વાસ સ્કીમને પણ હવે 30 જૂન કરી દેવામાં આવી છે. 31 માર્ચ બાદ 30 જૂન સુધી કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં. મહત્વનું છે કે વિવાદથી વિશ્વાસનો ઉદ્દેશ્ય તે લોકોને રાહત આપવાનો છે જેની ટેક્સ દેવાદારીને લઈને ઘણા પ્રકારના વિવાદ છે.
– નાણાકીય વર્ષ 2018-19 માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધારીને 30 જૂન કરી દેવામાં આવી છે. અત્યાર સુધી તેની ડેડલાઇન 31 માર્ચ 2020 હતી. હવે નવી ડેડલાઇન પર પેમેન્ટ માટે વ્યાજ દરને 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરી દેવામાં આવ્યો છે.
– ટીડીએસ ડિપોઝિટ માટે ડેડલાઇન વધારવામાં આવી નથી. પરંતુ 30 જૂન 2020 સુધી મોડેથી ભરવામાં આવેલા ટીડીએસ માટે વ્યાજદરને ઘટાડીને 9 કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે વર્તમાનમાં આ દર 18 ટકા છે.
જીએસટી ફાઇલિંગને લઈને પણ સરકારે રાહત આપી છે. માર્ચ, એપ્રિલ અને મે માટે જીએસટી રિટર્ન ભરવાની સમય મર્યાદાને પણ વધારીને 30 જૂન 1010 કરી દેવામાં આવી છે.
– તો વાર્ષિક 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે લેટ જીએસટી રિટર્ન ભરવા પર કોઈ વ્યાજ, લેટ ફી તથા પેનલ્ટી લાગશે નહીં. તેનાથી વધુ ટર્નઓવર વાળી કંપનીઓ પર પહેલા 15 દિવસ માટે કોઈ લેટ ફી અને પેનલ્ટી લાગશે નહીં.
– પરંતુ 15 દિવસ બાદ તેના માટે વ્યાજ, પેનલ્ટી કે લેટ ફી 9 ટકાના દરે હશે. આ સિવાય કંપોઝીશન સ્કીમનો લાભ લેવા માટે પણ ડેડલાઇન 30 જૂન 2020 કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.