2025માં વિશ્વમાં લોકોને રહેશે નોકરીનો ખતરો,કોરોનાથી પણ મોટો હશે આ ખતરો

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટ અનુસાર આખી દુનિયામાં 2025સુધીમાં 10માંથી 6 લોકો પોતાની નોકરી ખોવી દેશે. આનું કારણ કામમાં મશીન અને માણસ દ્વારા લેવાતા કામમાં લાગતા સમયને જણાવાયું છે.

આ રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે આ પહેલા કોરોના અને કોરોનાના સમયે મશીનના ઉપયોગમાં ઝડપ તેનું કારણ બની રહ્યું છે. રિપોર્ટ  19 દેશોમાં પ્રાઈસ વોટર હાઉસ કૂપર કંપનીમાં કામ કરનારા 32000 કર્મચારીઓ પર કરાયેલા સર્વે બાદ સામે આવ્યા છે.

વિશ્વવ્યાપી લોકડાઉનમાં 40 ટકા લોકોએ ડિજિટલ સ્કિલને ડેવલપ કરી છે. જ્યારે 77 ટકાએ કંઈક નવુ શીખવા અને પોતાનામાં સુધારો લાવવાની તૈયારી બતાવી છે.

વર્લ્ડ ઈકોનોમિકના રિપોર્ટ અનુસાર વધતા મશીનોની સંખ્યા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે 8.5 કરોડ નોકરીઓ ખતરામાં છે અને હાલાં 9.7 કરોડ નોકરીઓ લાવવાની વાત પણ કરાઈ છે.

ટેસ્લાએ બિઝનેસને વધારવા પર ભાર આપ્યો છે તો કંપનીએ અમેરિકાના ઓસ્ટિન, ટેક્સાસના પોતાના ગિગાફેકટ્રીમાં વેકેન્સી બહાર પાડી છે. કંપનીએ આ ફેક્ટ્રી માટે 10000 નોકરીઓ બહાર પાડી છે. આ કંપનીની ખાસિયત છે કે તેમાં એવા લોકો પણ એપ્લાય કરી શકે છે જેમની પાસે કોઈ કોલેજની ડિગ્રી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.