મહારાષ્ટ્રમાં મ્યૂકોરમાઈકોસિસ રોગના સંક્રમણથી 8 લોકોના મોત થયા છે. આ તમામ લોકો કોરોનાને માત આપી ચૂક્યા હતા. તેઓ કાળા કવકની ઝપેટમાં આવ્યા. રાજ્યમાં હાલમાં 200થી વધુ દર્દીઓની સારવાર ચાલી રહી છે. મ્યૂકોરમાઈકોસિસ રોગના કેસ વધતાં સરકારનું ટેન્શન વધ્યું છે.
આ ફંગસ દર્દીના મગજ સુધી પહોંચે છે અને દર્દીને જીવનું જોખમ રહે છે. તેના લક્ષણોમાં આંખમાં બળતરા, માથુ દુઃખવું, અડધા ચહેરા પર સોજા આવવા, નાક બંધ થવું, સાઈનસની તકલીફ, આંખથી ચહેરાથી ફંગસ મગજ સુધી પહોંચે છે.
નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું કે આ મ્યૂકોરમાઈકોસિસ રોગ મ્યૂકર નામના કવરના કારણે થાય છે. તે ભેજ વાળી જગ્યાઓએ વધારે જોવા મળે છે. તેઓએ કહ્યું કે દર્દીને ભેજ વાળું ઉપરકણ લગાવવામાં આવે છે. એવી સ્થિતિમાં કવક સંક્રમણની ઝપેટમાં દર્દી ઝડપથી આવે છે. અન્ય એક ડોક્ટરનું કહેવું છે કે કવક સંક્રમણની બીમારી માટે પહેલાથી ખ્યાલ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.