કોરોના વાયરસ આજકાલનો નથી, 70 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે

કોરોનાના વધતા જતા કહેર વચ્ચે દેશ અને વિદેશમાં સંસોધનો ચાલી રહ્યા છે.

કેટલાક વૈજ્ઞાનિકો તો કોરોનાની વંશાવલી જાણવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.આ વખતે ત્રણ દેશના વૈજ્ઞાનિકોની એક ટીમે એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે, આ વાયરસ આજનો નથી.છેલ્લા 70 વર્ષથી દુનિયામાં મોજુદ છે પણ અત્યાર સુધી આપણને તેની ખબર નહોતી પડી.

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોવિડ-19 હોર્સ શૂ પ્રકારની પ્રજાતિના ચામાચિડિયાના શરીરમાં જોવા મળતો હતો અને ત્યાંથી જ તે માણસો સુધી પહોંચ્યો છે.આ સંશોધન નેચર માઈક્રોબાયોલોજીમાં પ્રકાશિત થયુ છે.

આ સંશોધન કરવામાં અ્મેરિકાની પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી, બ્રિટિશ એડિનબર્ગ યુનિવર્સિટી અને હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધકો સામેલ છે.તેમના મતે વાયરસની ઉત્પતિ ક્યાંથી થઈ તે જાણવુ એટલા માટે જરુરી છે કે, તેનાથી કોરોનાના રોગચાળાને સમજવામાં મદદ મળશે.કોરોના વાયરસ 70 વર્ષ પહેલાના એક વાયરસનુ સુધરેલુ વર્ઝન છે.RaTG13 નામના વાયરસના ડીએનએ કોવિડ 19 વાયરસ સાથે મળતા આવે છે.આ બંને વાયરસના પૂર્વજો એક જ છે પણ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં દાયકા પહેલા બંને વાયરસ એક બીજાથી અલગ થઈ ગાય હતા.જોકે બંનેનુ માધ્યમ ચમાચિડિયા જ છે.

આ સંશોધને હવે કોરોના વાયરસ ચીનની લેબોરેટરીમાં બન્યો છે કે કેમ તેના પર પણ સવાલ ઉઠાવ્યા છે.સંશોધકોના મતે માણસોની સાથે સાથે જંગલી ચામાચિડિયાના પણ સેમ્પલિંગ કરવા જોઈએ .જેથી કોરોનાનુ સંક્રમણ આગળ વધતુ અટકાવી શકાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.