Coronavirus: એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ધારાવીમાં પોઝિટિવ કેસ 189, કુલ મોત 12

મહારાષ્ટ્ર માં કોરોના વાયરસનાં સંક્રમિતોની સંખ્યા 5649 થઇ ગયા છે, રાજ્યમાં અત્યાર સુધી 269 લોકોનાં મોત થયા છે, રાજ્યમાં સૌથી વધુ સંક્રમિતો ધરાવતા મુંબઇમાં સંક્રમિતોની સંખ્યા 3683 થઇ ગઇ છે, જ્યારે 161 લોકોનાં મોત થઇ ચુક્યા છે.

ત્યાં જ એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ધારાવીમાં સંક્રમિતોની સંખ્યા 189 થઇ ગઇ છે, ધારાવીમાં 24 કલાકમાં 9 નવા કેસ આવ્યા છે, અત્યાર સુધીમાં 12 લોકોનાં મોત થયા છે.

મુંબઇ શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3,351 કેસમાંથી 47 દર્દીઓ નગર નિગમનાં તાવ કેન્દ્ર દ્વારા મોકલવામાં આવ્યા હતાં, મુબઇમાં કોવિડ-19થી સૌથી વધુ પ્રભાવિત છે.

જ્યારે 161 લોકોનાં મોત થયા છે.મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસની સંખ્યા વધતા કેન્દ્રીય સમિતિએ બેડની સંખ્યા 1200થી વધારીને 2,000 કરવાની ભલામણ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.