કોવિડ-૧૯ના કહેર સામે ઝઝૂમી રહેલા અમેરિકામાં રીસર્ચ કરી રહેલા એક ચીની વૈજ્ઞાનિકની હત્યા કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો.
પોલીસના જણાવ્યા મુજબા ૩૭ વર્ષીય બિંગ લીયુ ની હત્યાની સાથે અને તેમના સંભિવત હત્યારાની આત્મહત્યાની ઘટના એક “અતરંગી સાથી” સાથે જોડાયેલી છે.
બિંગ લીયુની હત્યા ગોળી મારીને પીટ્સબર્ગ પાસે આવેલા તેમના ઘરે કરવામાં આવી હતી અને તેમનો મૃતદેહ પણ તેમના ઘરેથી જ મળી આવ્યો હતો. તેઓ પીટ્સબર્ગમાં રિસર્ચર પ્રોફેસર તરીકે કાર્ય કરતા હતા.
સ્થાનિક સમાચાર ચેનલ WTAE ના જણાવ્યા અનુસાર, તેમના પર હુમલો કરનાર ૪૬ વર્ષીય હાઓ ગુ નામના વ્યક્તિનો પણ મૃતદેહ તેમની પાસે જ મળી આવ્યો હતો અને અધિકારીઓ આત્મહત્યા ગણાવી રહ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના બે પુરુષો વચ્ચે “અતરંગી મિત્ર”ને લઈને થયેલા વિવાદનું પરિણામ છે અને તેનો હજુ સુધી કોઈ પુરાવો મળ્યો નથી. આ હત્યા રીસર્ચ સાથે કોઈ જ સંબંધ ધરાવતી નથી.
આ સિવાય સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની પણ વાતચીત ચાલી રહી છે કે હત્યાના કોઈક ષડ્યંત્રનું પરિણામ છે અને તેમણે કોરોના વાયરસ સંબધિત કરવામાં આવી રહેલા રીસર્ચના કારણે નિશાને બનાવવામાં આવ્યા હતા.
ટ્વીટર પર એક યુઝરે ટ્વીટ કરતા લખ્યું હતું કે, બિંગ લીયુને એક ભ્રષ્ટ સરકારે મારી નાખ્યો. તેઓ કોરોના અને અમેરિકામાં પેદા થઇ રહેલી સત્યતાને ઉજાગર કરવાથી નજીક હતા.
ઘણા લોકોએ આ વિષે ઉધું વિચાર્યું હતું અને લખ્યું હતું કે આ અંગે તપાસ થવી જોઈએ કે ચીની પ્રોફેસરની હત્યા “ચીની કોમ્યુંનીસ્ટ સરકારના આદેશ “પર તો કરવામાં નથી આવી ને ?
યુનિવર્સીટી ઓફ પીટ્સબર્ગમાં બિંગ લીયુના સહકર્મીઓ તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, તેઓ રીસર્ચ શરૂ રાખશે. યુનિ.એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બિંગ લીયુ SARS-CoV-2 ઇન્ફેકશન પાછળ સેલ્યુલર મિકેનીઝમને સમજવા માટે મહત્વના પરિણામો લાવવાની નજીક હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.