ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે, દેશમા બુધવારે 24 કલાકમાં કોરોના વાયરસનાં સૌથી વધું 773 કેસ નોંધાયા બાદ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 5194 થઇ છે.
જ્યારે 24 કલાકમાં 32 લોકોનાં મોત થયા છે, અને આ સાથે જ મૃત્યુંઆંક વધીને 149 થયો છે, ભારતમાં કોરોના વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા 402 થઇ છે.
આરોગ્ય મંત્રાલયનાં અધિકારીએ નિયમિત યોજાતી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશમાં કોરોના વાયરસ ચેપગ્રસ્તનાં કેસ વધી રહ્યા છે, એવામાં અમારી તૈયારી એ જ ઝડપે થઇ રહી છે.
તેમણે કહ્યું કે હોસ્પિટલોમાં કોરોનાથી બચવા માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, અમે આરોગ્ય કર્મીઓ સંક્રમિત બને તે માટે ખાસ ઉપાયોનું પાલન કરાઇ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.