કોરોના વાયરસનાં કારણે દુનિયાભરમાં અત્યાર સુંધીમાં 25 હજારનાં મોત થઇ ચુક્યા છે, તેની સાથે જ 5 લાખ લોકોથી પણ વધું ચેપગ્રસ્તનાં કેસ નોંધાયા છે, પરંતું સૌથી ગંભીર સ્થિતી ઇટલીની છે.
ત્યાં એક જ દિવસમાં 919 લોકોનાં મોત થયા છે, જે અત્યાર સુંધીનો સૌથી મોટો મૃત્યુંઆંક છે, તે સાથે જ ઇટલીમાં મૃત્યુંઆંક વધીને 9,134 પહોચ્યો છે.
અત્યાર સુંધીમાં સૌથી વધું મૃત્યુંઆંક
રિપોર્ટ મુજબ કોરોના વાયરસથી 21 માર્ચનાં દિવસે 793 લોકોનાં મોત થયા હતાં, તેની સાથે જ ગુરૂવારે 712, બુધવારે 683, મંગળવારે 743, અને સોમવારે 602 લોકોનાં મોત થઇ ચુક્યા છે, પરંતું શુક્રવારે 919નો મૃત્યુંઆંક સૌથી વધું છે.
ઇટલીમાં 86,498 લોકો ચેપગ્રસ્ત
તે ઉપરાંત ઇટલીમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 86,494એ પહોંચી છે, કોરોના વાયરસ રોગચાળાથી દુનિયાભરમાં અત્યાર સુંધીમાં 25,066 લોકોનાં મોત થયા છે,
તેમાંથી સૌથી વધું મોત યુરોપમાં થઇ છે, શુક્રવારે સમાચાર એજન્સી એએફપીએ સત્તાવાર આંકડાનાં આધારે આ જાણકારી આપી.
ઇટાલી યુરોપમાં સૌથી આગળ
17,314 લોકોનાં મોત સાથે યુરોપ ખંડ આ રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યો છે. ઇટાલીમાં 9,134 લોકો મૃત્યુ પામ્યા, જે કોઈપણ યુરોપિયન દેશમાં સૌથી વધુ છે. સ્પેનમાં 4,858 લોકોનાં મોત થયાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.