coronavirus: ખુબ જ મહત્વના અને જરૂરી કેસ પર જ સુનાવણી થશે :સુપ્રીમ કોર્ટ

દેશમાં કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે. કોરોના વાયરસના ફેલાવાના કારણે સુપ્રીમ કોર્ટે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટ તરફથી કહેવાયું છે કે, હાલ જે મહત્વના અને જરૂરી કેસ છે તેના પર જ સુનાવણી થશે.

સુપ્રીમ કોર્ટે લીધેલા આ નિર્ણયને ધ્યાને રાખી કોરોના વાયરસની મહામારી પર એક્શન લેતા કેસ સંબંધિત વકીલોને જ હાજર રહેવું અન્ય લોકોને કોર્ટ રૂમમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

દેશમાં વધી રહી છે સંખ્યા

આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોના વાયરસના કારણે સંક્રમિત લોકોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આ સંખ્યા 81 પહોંચી ગઈ છે. જેમાંથી 64 ભારતીય અને 16 ઈટલી તથા એક કેનેડાનો નાગિરક છે.

દુનિયામાં 1,26,273 લોકો Coronaની ઝપેટમાં

સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા પ્રકોપના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ પણ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. સમગ્ર દુનિયામાં 1,26,273 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

ચીનમાં અત્યાર સુધીમાં 3,169 લોકોના કોરોનાથી મોત થઈ ગયા છે. અને 80,796 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જોકે, ચીનમાં નવા કન્ફર્મ કેસોની સંખ્યામાં આવેલા ઘટાડાને ધ્યાનમાં લેતાં ચીને 16 અસ્થાયી હોસ્પિટલો બંધ કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.