રાજકોટ : ચીનમાં કોરોનાવાયરસે જે રીતે હાહાકાર મચાવ્યો છે તેની દરેક ક્ષેત્ર પર અસર જોવા મળી રહી છે. કોરોનાવાયરસની અમુક ક્ષેત્રો પર માઠી અસર પડી છે તો અમુક ક્ષેત્રોમાં કોરોનાવાયરસને કારણે ફાયદો પણ જોવા મળી રહ્યો છે. મોંઘવારીનો માર સહન કરતું મોબાઇલ એસેસરિઝ માર્કેટ હાલ વધુ મુશ્કેલીમાં મૂકાયું છે. મોબાઇલ એસેસરિઝની સૌથી વધુ વસ્તુઓ ચીનથી મંગાવવામાં આવે છે. સૌથી વધુ મેડ ઈન ચાઈનાની એસેસરિઝનું ભારતમાં વેચાણ થાય છે.
આથી ચીનમાં કોરોનાવાયરસની અસર જોવા મળતા એસેસરિઝની અછત જોવા મળી રહી છે. પહેલા ચીનથી મોબાઇલ એસેસરિઝના કન્ટેનર ભારતમાં આવતા હતા પરંતુ હાલ એસેસરિઝની ઓછી આવક જોવા મળી રહી છે. આને કારણે એસેસરિઝની કિંમતમાં પણ ઉછાળો આવ્યો છે.
મોબાઈલ ચાર્જર, યુએસબી કેબલ, મોબાઈલ કવર ઉપરાંત ચાઇના મોબાઇલ સહિતની ચીજવસ્તુઓમાં અછતને કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મોબાઇલ એસેસરિઝનું મોટું માર્કેટ મુંબઈ અને દિલ્હીમાં આવેલું છે. જ્યાંથી અલગ અલગ રાજ્યોના હોલસેલ વેપારીઓ પોતાની ખરીદી કરતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.