ઈરાનથી નજીક આવેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કોરોના વાયરસના મામલા અચાનક વધવાથી દેશમાં ડરનો માહોલ ઊભો થઈ ગયો છે. તો દેશમાં કોરોના પીડિતોની સંખ્યા વધીને મંગળવારે 193 થઈ ગઈ છે.
લાહોરથી એક શંકાસ્પદના મોતના સમાચાર પણ છે જેથી અચાનક સંકટ ગંભીર થતું જોવા મળી રહ્યું છે. સ્થિતિને જોતા વડાપ્રધાન ઇમરાન ખાન દેશને સંબોધિત કરી શકે છે. તેઓ સરકારની નીતિઓ વિશે જાણકારી આપી શકે છે.
સિંધ સરકારના પ્રવક્તા મુર્જતા વહાબે મંગળવારે ટ્વીટ કર્યું, ‘સખ્ખરમાં અત્યાર સુધી 119 પીડિતો સામે આવ્યા છે જ્યારે 115 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ નથી.આ સિવાય પ્રાંતમાં 36 લોકો સંક્રમિત જોવા મળ્યા છે, જેમાંથી 34ની સારવાર ચાલી રહી છે અને બે સ્વસ્થ થઈ ગયા છે.’
ટેન્ટ શહેરમાં આઇસોલેશન
એક્સપ્રેસ ટ્રિબ્યૂને વહાબના હવાલાથી માહિતી આપી છે કે સ્થાનિક અધિકારીઓએ સિંધ પ્રાંતમાં કોરોના વાયરસના પાંચ નવા મામલાની પુષ્ટિ કરી છે.
માહિતીમાં જણાવવામાં આવ્યું કે, તાફ્તાનમાં આઇસોલેશનમાં રખાયેલા ધાર્મિક યાત્રીકોની સંખ્યા નવ હજારથી વધુ છે. આ બધા ઇરાનથી આવ્યા હતા અને બલોચિસ્તાન સરકારે તેને ‘ટેન્ટ શહેર’માં આઇસોલેશનમાં રાખ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.