કોરોના મહામારીની ત્રીજી લહેરને લઈને IITના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ લહેર ઓક્ટોબર પહેલા આવશે નહીં. આ સમયે તમામ દેશની રાજ્ય સરકાર અત્યારથી તેની સામે લડવાની તૈયારી કરી શકે છે.
કોરોનાની સેકંડ વેવથી કહેર મચ્યો છે. પહેલી વેવ અને બીજી વેવના ડેટાના આધારે એક મોડલ તૈયાર કરાયું છે. જેના આધારે કોરોનાના પીક અને તેના ઉતાર ચઢાવની જાણકારી મળી રહી છે. ગયા મહિને શરૂ કરાયેલા આ મોડલનું અનુમાન મહદઅંશએ સાચુ રહ્યું છે. તેના આધારે જુલાઈ સુધીમાં લગભગ કોરોનાની સ્થિતિ સામ્નય થશે
ઓક્ટોબર પહેલા સુધી 90 ટકા વેક્સીનેશન થાય તો તેમાં રાહત મળી શકે છે.
IITના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે મહામારીની ભયાનકતાને માપવા માટે આર નોટ વેલ્યૂ કાઢવામાં આવે છે. આ સમયે કોરોનાની ફર્સ્ટ વેવમાં આર નોટ વેલ્યૂને 2થી 3ની નજીક માનવામાં આવી હતી. જ્યારે સેકન્ડ વેવમાં આ વેલ્યૂ 4-5ની નજીક રહી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.