ભ્રષ્ટાચાર મામલે ગુજરાત ત્રીજા નંબરેઃ નીતિ આયોગ

ગુજરાત દેશમાં આમ તો ઘણા બધા મામલે મોખરે છે પણ નીતિ આયોગ દ્વારા ભ્રષ્ટાચારનો જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે તેમાં પણ ગુજરાતનો નંબર ત્રીજો છે.

  • ગુજરાત 1,677.34 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે
  • તમિલનાડું સૌથી આગળ છે તો બીજા નંબરે ઓરિસ્સા 
  • 2017ની સરખામણીએ 2018માં ભ્રષ્ટાચારના કેસ બમણાં

વર્ષ 2018નો નીતિ આયોગનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. દેશના રાજ્યોમાં કેટલો ભ્રષ્ટાચાર છે તેના આંકડા સાથે આ રિપોર્ટ જાહેર કરાયો છે. ત્યારે ભ્રષ્ટાચારમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે. ગુજરાતની છબી વિકાસના રાજ્યની છે પણ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત એક પ્રયોગ શાળા જેવું બની ગયુ છે અને અહીં વર્ષે દહાડે નવા નવા પ્રોજેક્ટના ખાતમૂર્હત થતા રહે છે જેમાં ખાયકી પણ મોટા પ્રમાણમાં થતી હોવાને કારણે ગુજરાત પણ ભ્રષ્ટાચારીઓના લીસ્ટમાં સામેલ થઈ ગયુ છે. 

કેટલા પોઈન્ટ સાથે ગુજરાત છે આગળ
2018માં ભ્રષ્ટાચારમાં ગુજરાત 1,677.34 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. જ્યારે તમિલનાડું 2492.45 પોઈન્ટ સાથે ભ્રષ્ટાચારમાં નંબર વન રાજ્યા છે તો આ લિસ્ટમાં ઓરિસ્સાનો 2489.83 પોઈન્ટ સાથે નંબર બીજો આવે છે. ઓરિસ્સા બીજા નંબરનું સૌથી ભ્રષ્ટ રાજ્ય છે.  

ગુજરાતનો ભ્રષ્ટાચાર ચાર્ટ
2017માં કુલ 148 કેસ થયા હતા જેની સામે 2018માં 332 કેસ નોંધાયા છે, સરકાર તરફથી નોંધાયેલા કેસ 2017માં 15 હતા જેની સંખ્યા 2018માં 119 થઈ ગઈ. 2017માં 157 ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી જે 2018માં 209 થઈ ગઈ હતી. જેમાં આરોપી સામેલ હોય તેવા 2018માં729 કેસ નોંધાયા હતા જ્યારે 2017માં આ આંકડો માત્ર 216 જ હતો. આ આંકડો એન્ટી કરપ્શન બ્યુરો, ગુજરાતનો છે. 

2017ની સરખામણીએ 2018માં ભ્રષ્ટાચારના કેસ બમણાં થયા છે.
ભ્રષ્ટાચારના કેસમાં 2017ની સરખામણીએ 2018માં આ આંકડો બમણો થઈ ગયો છે. 2017માં 216ની સામે 2018માં ભ્રષ્ટાચારના 729 કેસ નોંધાયા છે. જેને પગલે રાજ્ય સહિત ભારતમાં વ્યાપી રહેલો ભ્રષ્ટાચારનો સડો ઊઘાડો પડી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.