કોરોનાની ભયાનક સ્થિતિ વચ્ચે રાજસ્થાન (Rajasthan)ના કોચિંગ શહેર તરીકે જાણીતા કોટા (Kota) શહેરમાંથી ખૂબ જ દર્દનાક ખબર સામે આવી છે. અહીં કોરોના પોઝિટિવ દંપતી એ આપઘાત કરી લીધો હતો.
દંપતીએ એટલા માટે આપઘાત (Suicide) કરી લીધો હતો કે તેમને ડર હતો કે ક્યાંક તેમનું સંક્રમણ તેના પૌત્રને ન લાગી જાય. આ કારણે બંનેએ આપઘાત કરી લીધો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ થોડા વર્ષે પહેલા તેના દીકરાને ગુમાવ્યો હતો. હવે તેઓ ન્હોતા ઈચ્છી રહ્યા કે તેનો પૌત્ર કોરોના બીમારીનો ભોગ બને.
પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ભગવતસિંહ હિંગડે જણાવ્યું કે, આ બનાવ રવિવારે બન્યો હતો. અહીં રેલવે કૉલોની વિસ્તારમાં પુરોહિત જીની ટાપરીમાં રહેતા હીરાલાલ બૈરવા (ઉ.વ. 75) અને તેમના પત્ની શાંતિ બૈરવા (ઉ.વ.75)નો એક દિવસ પહેલા જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં બંને ચિંતામાં ગરક થઈ ગયા હતા
બાદમાં કોટાથી દિલ્હી તરફ જતા રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા. જે બાદમાં બંનેએ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. ઘટનાની જાણકારી મળતા જ રેલવે પોલીસ પહોંચી હતી અને બંનેનાં મૃતદેહને પાટા પરથી હટાવીને એમબીએસ હૉસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ આઠ વર્ષ પહેલા તેના દીકરાને ગુમાવ્યો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.