Cotton market price Today: ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં કપાસની આવક 37 ટકા વધારે થઈ છે. કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા કપાસની ચાલુ સીઝનની 2023-24 નો ઉત્પાદનનો રિપોર્ટ જાહેર કર્યો છે. જે મુજબ, ગુજરાતમાં સીઝનના ચાર મહિના દરમિયાન 46.38 લાખ ગાંસડી કપાસની આવક થઈ છે. એક ગાંસડી એટલે 170 કિલો થાય.Cotton market price Today in Gujarat: ગુજરાત એ કપાસના ઉત્પાદનમાં નંબર વન રાજ્ય છે. રાજ્યમાં 25થી 26 લાખ હેક્ટરમાં વાવેતર કરાતા કપાસમાં હવે આવક રહી નથી. જે ખેડૂતોએ સ્ટોક કરી રાખ્યો છે એ કમાણી કરી રહ્યાં છે. આ વર્ષે રૂના ભાવ ઓછા હોવાથી ખેડૂતોને નુક્સાન ગયું છે પણ હવે ખેડૂતોને ટેકાથી પણ વધારે ભાવ મળે તો નવાઈ નહીં. આજે મોટાભાગના માર્કેટયાર્ડોમાં રૂના ભાવ ટેકાથી વધારે કે ટેકાની આસપાસ છે. ગુજરાતના ખેડૂતો માટે હાલમાં રૂના ભાવનું વેચાણ કરી રોકડા ગણી લેવાની તક છે. જોકે, રૂના ભાવમાં હજુ વધારો થવાની પૂરી સંભાવના હોવાથી ખેડૂતોએ ટુકડે ટુકડે રૂનું વેચાણ કરવું જોઈએ.85 લાખ ગાંસડીના ઉત્પાદનના 55 ટકા આવક
દેશમાં સૌથી વધુ કપાસનુ ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત છે. ત્યારે કપાસની ખેતી કરનારા ખેડૂતોને આગામી દિવસોમાં મલબક આવક થવાની છે. ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં કપાસની આવક 37 ટકા વધારે થઈ છે. કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા કપાસની ચાલુ સીઝનની 2023-24 નો ઉત્પાદનનો રિપોર્ટ જાહેર કર્યો છે. જે મુજબ, ગુજરાતમાં સીઝનના ચાર મહિના દરમિયાન 46.38 લાખ ગાંસડી કપાસની આવક થઈ છે. એક ગાંસડી એટલે 170 કિલો થાય. જે રાજ્યના 85 લાખ ગાંસડીના ઉત્પાદનના 55 ટકા આવક છે. આ આંકડા ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના છે. ફેબ્રુઆરી માસમાં 4 લાખ ગાંસડી નિકાસના ઓર્ડર
આ વર્ષે કપાસના ભાવમાં પહેલાથી જ મજબૂતી જોવા મળી છે. શરૂઆતમાં ભાવ થોડો નીચો રહ્યો હતો, પંરતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભાવ ફરી ઉંચકાયો છે. ઉપરથી સ્થાનિક મિલોની માંગ હોવાથી ભાવ ઘટ્યા નથી, ઉપરથી ઉંચકાયા છે. તેથી ખેડૂતોને નવા વર્ષે આ ખેતી ફળશે. આગામી દિવસોમાં કપાસના ભાવમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે. ફેબ્રુઆરી માસમાં 4 લાખ ગાંસડી નિકાસના ઓર્ડર થયા છે. આગળ પણ રૂની નિકાસમાં તેજી આવે તેવી સંભાવના છે. જો તમારી પાસે રૂનો સ્ટોક છે. આગામી મહિને વધુ 10 ટકા ભાવમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે.ભાવની વાત કરીએ તો, કપાસના ભાવ 25-50 વધીને હલકા માલના રૂપિયા 1200-1300 પ્રતિ મણ અને સારા માલના રૂપિયા 1400-1450 પ્રતિ મણ ચાલી રહ્યાં છે. તેવી જ રીતે રૂના ભાવમાં 55000-55500 અને બેસ્ટ ક્વોલિટીમાં 56000 પ્રતિ ખાંડી થયા છે.
વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ 25% હિસ્સો
કપાસ એ સૌથી મહત્વપૂર્ણ રોકડ પાકોમાંનો એક છે અને કુલ વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ 25% હિસ્સો ધરાવે છે. બીજો સૌથી મોટો ઉત્પાદક મહારાષ્ટ્ર છે, જ્યાં ખેડૂતોને 6500 રૂપિયાથી લઈને 7100 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. મહારાષ્ટ્રના ખેડૂતો સારા ભાવની આશાએ કપાસનો સ્ટોક કરી રહ્યા છે. કારણ કે બે વર્ષ પહેલા તેણે તેને 12 થી 14 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચ્યો હતો. ધીમે ધીમે કપાસના ભાવમાં તેજી આવી રહી છે.ભાવની વાત કરીએ તો, કપાસના ભાવ 25-50 વધીને હલકા માલના રૂપિયા 1200-1300 પ્રતિ મણ અને સારા માલના રૂપિયા 1400-1450 પ્રતિ મણ ચાલી રહ્યાં છે. તેવી જ રીતે રૂના ભાવમાં 55000-55500 અને બેસ્ટ ક્વોલિટીમાં 56000 પ્રતિ ખાંડી થયા છે.
વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ 25% હિસ્સો
કપાસ એ સૌથી મહત્વપૂર્ણ રોકડ પાકોમાંનો એક છે અને કુલ વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ 25% હિસ્સો ધરાવે છે. બીજો સૌથી મોટો ઉત્પાદક મહારાષ્ટ્ર છે, જ્યાં ખેડૂતોને 6500 રૂપિયાથી લઈને 7100 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. મહારાષ્ટ્રના ખેડૂતો સારા ભાવની આશાએ કપાસનો સ્ટોક કરી રહ્યા છે. કારણ કે બે વર્ષ પહેલા તેણે તેને 12 થી 14 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચ્યો હતો. ધીમે ધીમે કપાસના ભાવમાં તેજી આવી રહી છે. ગુજરાતમાં હવે ખેડૂતોને ફાયદો
કપાસના ભાવ ઓક્ટોબરમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 10,000ના ઊંચા સ્તરેથી ઘટીને રૂ.7,200 પ્રતિ ક્વિન્ટલ થયા છે. ઉદ્યોગ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જો ભાવમાં ઘટાડો ચાલુ રહેશે, તો ખેડૂતો ક્વિન્ટલ દીઠ રૂ. 7,020ના નવા MSP પર વેચાણ કરવા માટે આગામી સિઝન સુધી રાહ જોવાનું પસંદ કરી શકે છે. 2023-24ની માર્કેટિંગ સીઝન માટે સરકારે કોમોડિટીના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વાર્ષિક આશરે 9%નો વધારો કર્યા બાદ કપાસના ભાવ, જે છેલ્લા આઠ મહિનામાં 25% થી વધુ ઘટ્યા છે, તે ભાવમાં હવે સુધારો થઈ રહ્યો છે. સરકારે વર્ષ 2023-24ના ખરીફ સિઝન માટે કપાસમાં મધ્યમ તાર માટે ટેકાના ભાવ 6,620 અને લાંબા તારના ટેકાના ભાવ 7,020 જાહેર કર્યા હતા. આજે ગુજરાતના મોટાભાગના માર્કેટયાર્ડોમાં કપાસના ભાવ ટેકાથી પણ વધારે છે. એમએસપી કરતાં ઊંચો ભાવ
સરકારે 2023-24 માટે મધ્યમ ફાઇબર કપાસની MSP 6080 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 6620 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી છે. જ્યારે લોંગ ફાઈબર વેરાયટીની એમએસપી 6380 રૂપિયાથી વધારીને 7020 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. ખેડૂતોને આશા છે કે આ વર્ષે ભાવ 8000 રૂપિયાની ઉપર જઈ શકે છે.આગામી દિવસોમાં કપાસના ભાવ વધી શકે છે. કારણ કે તેનો પાક ઓછો થવાની ધારણા છે. ભારત સહિત ઘણા દેશોમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે. તેના સૌથી મોટા ઉત્પાદક મહારાષ્ટ્રમાં તેની કિંમત 7200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.