કાઉન્સિલર તાહિરના ઘરે દિલ્હી હિંસામા વપરાયેલ એસિડથી ભરેલા ડ્રમ પર લખેલું હતું ગંગાજળ

આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ કાઉન્સિલર તાહિર હુસૈનના મોજપુર સ્થિત ઘરમાં મોટા પ્રમાણમાં સલ્ફ્યુરિક એસિડ મળ્યું છે. ઘરની પાસે એક દુકાનમાં એસિડના ડ્રમ રાખવામાં આવ્યા હતા જેના પર ગંગાજળ લખેલું હતું. પડોસીઓએ દાવો કર્યો છે કે હિંસામાં આ એસિડનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એસિડ એટલું ઘાતક છે કે કોઇ વ્યક્તિ પર ફેંકવામાં આવે તેની અમુક મિનિટોમાં જ તેની ચામડી સહિત અંદરના અંગોને પણ બાળી નાખે છે. આ એસિડ સામાન્ય રીતે ફેક્ટરીઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેને કોઇ લાઇસન્સ વિના આધાર કાર્ડ કે અન્ય કારણ દેખાડ્યા વિના આસાનીથી મેળવી શકાતું નથી.

હિંસાની તપાસ કરી રહેલી SITના એક અધિકારીનું કહેવું છે કે એસિડની 3 ક્વોલિટીમાં આ સૌથી ઘાતક એસિડ છે. માઇલ્ડ એસિડ ટોઇલેટ સાફ કરવામાં આને બીજું કટાયેલા વાસણ માટે ઉપયોગમાં લેવાય છે. તે સિવાય મશીનોને સાફ કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તાહિલના ઘરે એસિડને બેગમાં રાખવામાં આવ્યું હતું. આટલો મોટો જથ્થો કોઇ કામ માટે ઉપયોગમાં લેવાઇ શકે તેમ નથી. કાઉન્સિલર તાહિર હુસેનના ઘરે એવું કોઇ કામ નહોતું થતું જેમાં આટલા ખતરનાક એસિડનો ઉપયોગ થઇ શકે. તે માત્ર લોકો પર ફેંકવા માટે ઉપર થેલીઓમાં ભરીને રાખવામાં આવ્યું હતું. નીચે ભીડ પર ફેંકવા માટે જેનાથી એક થેલીમાંથી 5-7 લોકોને ભોગ બનાવી શકાય.

IMAના પૂર્વ ડોક્ટર અનિલ બંસલે કહ્યું કે સલ્ફ્યૂરિક એસિડ અત્યંત ઘાતક હોય છે. તેના સંપર્કમાં આવવાથી તે અંગ અમુક સેકન્ડમાંજ બળી જાય છે. સલ્ફ્યૂરિક એસિડ જે ભાગને પ્રભાવિત કરે તે હાડકા સુધી ખરાબ કરી નાખે છે. જો શરીરનો 40 ટકા ભાગ આ એસિડના પ્રભાવમાં આવે તો મૃત્યુ પણ થઇ શકે છે. ડોક્ટર્સનું કહેવું છેકે ટોઇલેટમાં ઉપયોગમાં લેવાતું એસિડ માત્ર બેક્ટેરિયાને મારવા માટે કામ લાગે છે. પરંતુ સલ્ફ્યૂરિક અત્યંત ખતરનાક હોય છે. તાહિર હુસેનના ઘરથી અમુક અંતરે જ ફિરોજની એસિડની ફેક્ટરી છે. આ દુકાન દીપક બેન્ડ નામથી છે. દુકાનની આગળ દિલ્હી પોલીસનું બોર્ડ પણ લાગેલું છે. અંદર એસિડની ફેક્ટરી છે. એસિડના મોટા ડ્રમ પર ગંગાજળ લખેલું છે. તેનો માલિક ફિરોજ ખાન છે. સ્થાનિકોનું કહેવું છે કે મુસ્લિમ બહુમતિ વાળા વિસ્તારોમાં હિંસા પહેલા જ એસિડનો સપ્લાય કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.