પોરબંદર શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી તેમજ ગ્રામ્ય પંથકમાં દેશી દારુ મળી આવ્યો

પોરબંદર જિલ્લામાં અનેક જગ્યાએથી દેશી દારૂ કબ્જે થયો છે. પોરબંદર શહેર અને જિલ્લામાં દેશી દારૂની બદી વધી છે ત્યારે પોલીસે અનેક જગ્યાએથી મુદ્દામાલ પકડી પાડયો છે તથા અસંખ્ય શખ્શો સામે કાર્યવાહી કરી છે. વીરડી પ્લોટનો મિતેશ ગોવિંદ રાઠોડ પીધેલી હાલતમાં બાઇક લઇને નવાપાડા પોલીસ ચોકી બીટ વિસ્તારમાંથી નીકળતા પોલીસે તેને પકડી લીધો હતો તે ઉપરાંત પારેખ ચકલા પાસે રહેતો હરીશ ઉર્ફે હરિ કરાચી રામજી ભરાડા હાજર મળી આવ્યો ન હતો પરંતુ પોલીસે ૩૪૦નો મુદ્દામાલ તેના મકાનેથી કબ્જે કર્યો હતો. ગંગેશ્વર મંદિર પાછળ રહેતો માલદે કરણા ઓડેદરા પણ હાજર મળી આવ્યો ન હતો તેના મકાનમાંથી પણ ૨૮૦ ફાનો દારૂ કબ્જે થયો છે.

News Detail

પોરબંદર જિલ્લામાં અનેક જગ્યાએથી દેશી દારૂ કબ્જે થયો છે. પોરબંદર શહેર અને જિલ્લામાં દેશી દારૂની બદી વધી છે ત્યારે પોલીસે અનેક જગ્યાએથી મુદ્દામાલ પકડી પાડયો છે તથા અસંખ્ય શખ્શો સામે કાર્યવાહી કરી છે. વીરડી પ્લોટનો મિતેશ ગોવિંદ રાઠોડ પીધેલી હાલતમાં બાઇક લઇને નવાપાડા પોલીસ ચોકી બીટ વિસ્તારમાંથી નીકળતા પોલીસે તેને પકડી લીધો હતો તે ઉપરાંત પારેખ ચકલા પાસે રહેતો હરીશ ઉર્ફે હરિ કરાચી રામજી ભરાડા હાજર મળી આવ્યો ન હતો પરંતુ પોલીસે ૩૪૦નો મુદ્દામાલ તેના મકાનેથી કબ્જે કર્યો હતો. ગંગેશ્વર મંદિર પાછળ રહેતો માલદે કરણા ઓડેદરા પણ હાજર મળી આવ્યો ન હતો તેના મકાનમાંથી પણ ૨૮૦ ફાનો દારૂ કબ્જે થયો છે. આંબેડકર નગરમાં રહેતા વિનોદ માધા સોંદરવાના ૨૨૦ના દારૂ સાથે પકડી લેવામાં આવ્યો છે. ધરમપુરના પાટીયા પાસે ચારણના દંગામાં રહેતી બુધીબેન ભુરા સુમાને ૩૪૦ રૂા.ના દારૂ સાથે પકડી લેવાય છે.

જ્યારે ભોદનો ભીખા સુરા રબારી હાજર મળી આવ્યો ન હતો પરંતુ તેના મકાનમાંથી ૧૦૦ રૂા.નો દારૂ મળ્યો હતો. ધોરીયા નેશના જગા કાના મોરીને દારૂની ત્રણ કોથળી સાથે અને સુભાષનગરના વીરજી અરજણ ચામડીયાને એક કોથળી સાથે પકડી લેવાયા છે. ભાવપરાના નવાપરામાં રહેતો અરજણ વણઘા ગોઢાણીયા હાજર મળી આવ્યો ન હતો પોલીસે તેના મકાનમાંથી દારૂની ૧૮ કોથળી સહિત ૩૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ટુકડા મીયાણી ગામે સીમશાળા પાસે રહેતા નાગા લીલા ઓડેદરાને દારૂની ૪૫ કોથળી સહિત ૯૦૦ના મુદ્દામાલ સાથે પકડી લેવાયો છે તે ઉપરાંત અનેક શખ્શો પીધેલા પણ મળી આવ્યા હતા.

કુતિયાણામાં ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલી વ્હીસ્કીની એક બોટલ ་કુતિયાણાની નાની ખત્રીવાડમાં રહેતા અતુલ ઉર્ફે માઠી વ્રજલાલ રૂપારેલીયાને ‘ફોર સેલ ઇન પંજાબ ઓન્લી’ માર્કાવાળી ૩૭૫ રૂા.ની વ્હીસ્કીની એક બોટલ સાથે કુતિયાણાના ભીંડી બજારમાંથી પકડી લેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.