ગત 24/11/2021ના રોજ સિલવાસા પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 376, 420 અને પોક્સો એક્ટ, 2012 હેઠળ સગીર યુવતીની ફરિયાદના આધારે આરોપીને 15 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આરોપી શેખ મોહંમદ તારીક ઇદ્રીશ રહે બાવીસાફળિયા, સિલવાસા મુળ જિ. ઉત્તર દિનકપુર, પશ્ચિમ બંગાળ જેણે જામિયા-ફાતિમા તુજોરા હોસ્ટેલ (મદ્રેસા), બાવીસા ફળિયા, સિલવાસા ખાતે સગીર યુવતીની સંમતિ વિના તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ કેસની વધુ તપાસ WPSI C. L. ટંડેલને સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન પીડિતાના પરિવારના સભ્યો અને અન્ય સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ઘટના સ્થળનું પંચનામા કરવામાં આવ્યું હતું. પીડિત યુવતીની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ, માનનીય વિશેષ અદાલત, DNH સિલ્વાસા સમક્ષ કેસની સુનાવણી શરૂ કરવામાં આવી છે. ટ્રાયલ દરમિયાન સાક્ષીઓના જુબાનીના નિવેદનો નોંધવામાં આવ્યા હતા અને સરકારી વકીલ ગોરધન પુરોહિત દ્વારા રેકોર્ડ પર પુરાવા અને દલીલો લીધા પછી, માનનીય વિશેષ ન્યાયાધીશ (પોક્સો એક્ટ હેઠળ) એસ.એસ. અડકરે આરોપીને આઈપીસી 376 હેઠળ સજા ફટકારી છે. જેમાં POCSO એક્ટ, 2012 ની કલમ 6 હેઠળ 15 વર્ષની સખત કેદ અને રૂ. 30,000/-નો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.