સુરતના ગ્રીષ્મા હત્યાકાંડમાં આજે સજાનું એલાન થશે. દોષિત ફેનીલને આજે કોર્ટ સજા સંભળાવાઈ છે. ગ્રીષ્માને આખરે ન્યાય મળ્યો છે.અને કોર્ટે આરોપી ફેનીલને ફાંસીની સજા સંભળાવી છે. નામદાર જજ વિમલ કે વ્યાસએ ફેનિલને આ સજા સંભળાવી છે. ચાર્જશીટના 70 દિવસ બાદ જ ચુકાદો આવ્યો છે. ન્યાય મળતા જ ગ્રીષ્માના પરિવારજનો રડી પડ્યા હતા, આખરે તેમની દીકરીને ન્યાય મળ્યો હતો. ગ્રીષ્માના પિતાએ ચુકાદા બાદ કહ્યુ કે, આ ચુકાદાથી હુ ખુશ છું. મારી દીકરીને ન્યાય મળ્યો છે. મને પોલીસ અને સરકારે બહુ જ સહકાર આપ્યો, તેનાથી અમને સંતોષ છે.
આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો. નામદાર જજે શ્લોકથી શરૂઆત કરી હતી. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરીને જજે કહ્યું કે, દંડ આપવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ છે. 28 વર્ષમાં આવો પહેલો કેસ છે. સાથે જ નામદાર કોર્ટે નિર્ભયા કેસ અને કસાબ કેસનો પણ ઉલ્લેખ કરીને કેટલી નિર્દયી રીતે હત્યા કરાઈ હતી તે વાત કરી હતી.અને સાથે જ હત્યા સમયના વીડિયોને અત્યંત મહત્વનો પુરાવો ગણાવ્યો હતો.
મહત્વનું છે કે 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી ફેનિલે કરપીણ હત્યા કરી હતી. જે મામલે ફેનિલ દોષિત જાહેર થયો છે. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે. સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી. જેમાં કહ્યું હતું કે હત્યા ઉશ્કેરાટમાં નહી પણ પૂર્વ તૈયારી સાથે કરાઈ હતી. અને આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યા હતા. તો બચાવ પક્ષે દલીલો કરી હતી કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.