ભારત બાયોટેકની સહ સંસ્થાપક અને સંયુક્ત પ્રબંધ નિદેશક સુચિત્રા ઈલાએ ટ્વિટ કર્યું છે કે કોવેક્સિનના વૈજ્ઞાનિક માનક અને પ્રતિબદ્ધતા પારદર્શી છે.
ભારત બાયોટેકે નિવેદનમાં કહ્યું કે ભારતના નિયામક અને કોવેક્સિન વેક્સિનના પહેલા અને બીજી ચરણમાં થયેલા પરીક્ષણના સંપૂર્ણ આકડા અને ત્રીજા ચરણમાં થયેલા પરીક્ષણના આંકડાની સમીક્ષા કરાઈ છે. તેમાં કહેવાયું છે કે સમયબદ્ધ શ્રેષ્ઠ સમીક્ષા માટે કંપની પહેલા જ કોવેક્સિનની સુરક્ષા અને પ્રભાવને લઈને 12 મહિનામાં 9 અધ્યયન વૈશ્વિક રીતે પ્રકાશિત કરી ચૂકી છે.
કંપનીએ કહ્યુ કે કોવેક્સિન એકમાત્ર સંપૂર્ણ રીતે નિષ્ક્રિય કોરોના વાયરસ આધારિત રસી અને ઉત્પાદ છે. જેનાથી ભારતમાં માનવ પર થયેલા પરીક્ષણના આંકડા પ્રકાશિત થયા છે. ભારત બાયોટેકે કહ્યું કે આ એકમાત્ર ઉત્પાદ છે જેની પાસે સામે આવી રહેલા વાયરસના નવા પ્રકારને લઈને કોઈ આંતડા છે. આ એકમાત્ર કોરોના વેક્સિન છે જેની ભારતીય આબાદીના પ્રભાવને લઈને આંકડા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.