દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં કેસ અને મોતનાં આંકડાથી સૌથી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
આ દરમિયાન 3900 કંન્ફર્મ કેસ નોંધાયા છે, અને 195 લોકોનાં મોત થયા છે, આ સાથે જ દેશમાં કોરોનાનાં કંન્ફર્મ કેસની સંખ્યા વધીને 46 હજારથી પણ વધી ગયા છે,ત્યાં જ અત્યાર સુધી 1568 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે દેશમાં 24 કલાકમાં 1020 લોકો સાજા થયા છે. તેનાથી સાજા થનારા લોકોની સંખ્યા 12726 થઇ ગઇ છે, હવે રિકવરી રેટ 27.41 થઇ ગયો છે.
કોરોના પોઝિટિવ કેસો વધવાનું કારણ
આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં રેકોર્ડ વધારો થવાનું કારણ રાજ્યોમાં વધુ કેસ નોધાયા તે છે, કેસ ચોક્કસપણે વધ્યા છે.
પરંતું આ સમજવાની જરૂર છે કે તેનો ફેલાવો રોકવા માટે શરૂ કરાયેલા પ્રયત્નો પરિણામદાયક સાબિત થયા છે, અને લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનો કડક રીતે અમલ કરવાની ખાસ જરૂર છે.
તે ઉપરાંત ઘણા રાજ્યોમાંથી સમયસર રિપોર્ટ નથી આવતા, આ અંગે રાજ્યો સાથે ચર્ચા કરવામાં આવી છે, ત્યાર બાદ સંક્રમણનાં કેસ અને તેનાથી થનારી મોતમાં વૃધ્ધી નોંધાઇ છે.
તેમણે કહ્યું આ સુનિચ્ચિત કરવાની ખાસ જરૂર છે, કે કોરોના વાયરસનાં સંક્રમણ દરમિયાન પણ લોકોને તે આરોગ્ય સેવાઓ પણ પ્રદાન કરવામાં આવે જે તેની સાથે સંકળાયેલી છે, ગંભીર રીતે બીમાર દર્દીઓને પણ તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડવી જરૂરી છે.
ગૃહ મંત્રાલયનાં સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવએ જણાવ્યું કે વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વતન લાવવા માટેની પ્રક્રિયાનો પ્રારંભ 7 મેથી તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે.
આ કામમાં ભારત સરકાર નૌકા દળની પણ મદદ લેશે, માહિતી અનુસાર લોકોને પરત લાવવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.