દેશ અને દુનિયામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોના આંકડા રાહત આપનારા તો છે જ પરંતુ સાથે સાથે ડરામણાં પણ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.
રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1021 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1013 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 06 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3682 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 148,585 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,980 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 56,91,372 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,28,935 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,28,678 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 257 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.
આજે નોંધાયેલા કુલ 1021 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 168 અને જિલ્લામાં 69 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 164 અને જિલ્લામાં 13 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 75 અને જિલ્લામાં 42 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 67 અને જિલ્લામાં 36 કેસ, જામનગર કોર્પોરેશન એરિયામાં 35 અને જિલ્લામાં 11 પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 71 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 13,916 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 148,585 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3682 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 89.37% છે.
સુરતની સ્થિતિ
સુરતની નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં 84 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 68 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 10 વેન્ટિલેટર, 18 બાઈપેપ અને 40 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ 23 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 13 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 0 વેન્ટિલેટર, 7 બાઈપેપ અને 6 દર્દીઓ ઓક્સિજન પર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.