Covid-19 Gujarat: છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1540 કેસ, 1427 દર્દીઓ થયાં સાજા

રાજ્યમાં કોરોના સંક્રમણનો આંકડો સતત ચિંતાજનક આવી રહ્યો છે. રાજ્યમાં આજે ફરી રાજ્યમાં 1500થી વધારે પોઝિટિવ કેસ નોંધાયા. મહાનગરોમાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં જેમ-જેમ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તેમ-તેમ કોરોનાનો પ્રસાર પણ વધી રહ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1540 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1427 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 13 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4031 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,95,365 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 69,735 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 80,33,388 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,33,548 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,33,386 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 162 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા 1540 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ શહેરમાં 314, અમદાવાદ જિલ્લામાં 22, સુરત શહેરમાં 207, સુરત જિલ્લામાં 39, વડોદરા શહેરમાં 142, વડોદરા જિલ્લામાં 42, રાજકોટ શહેરમાં 93, રાજકોટ જિલ્લામાં 48 કોરોનાના કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 96 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,817 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,95,365 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 4031 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 91.16% છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.