Covid-19: મહારાષ્ટ્રમાં 2682 નવા કેસ સામે આવ્યા, કુલ મૃતકોનો આંકડો 2 હજારને પાર

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ કેર વર્તાવી રહ્યું છે. રાજ્યમાં આજે મોતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. રાજ્યમાં આજે 116 લોકોના મોત થયાં છે અને આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમણથી મરનારાની સંખ્યા 2 હજારને પાર થઈ ચુકી છે. તેમાંથી અડધા કરતા પણ વધારે મોત માત્ર મુંબઈમાં થઈ છે. બીજી બાજુ સંક્રમિતોનો આંકડો પણ સતત વધી રહ્યો છે. આજે ગત 24 કલાકમાં  2682 નવા કેસ સામે આવ્યા.

સ્વાસ્થ્ય વિભાગ પાસેથી મળતી જાણકારી મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 2098 લોકોના મોત થયાં છે. રાજ્યમાં આજે 116 લોકોના મોત થયાં છે. રાજ્યમાં સૌથી વધારે મોત મુંબઈમાં થયાં છે. અહીં અત્યાર સુધીમાં 1173 લોકોના મોત થયાં છે. રાજ્યમાં આજે કોરોના વાઈરસના 2682 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 62,228 કેસ સામે આવી ચુક્યા છે.

મુંબઈની વાત કરવામાં આવે તો અહીં કુલ 36,932 કેસ સામે આવ્યા છે. આજે મહારાષ્ટ્રમાં મોતનો સૌથી મોટો આંકડો

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.