કેરળ વિધાનસભા ચૂંટણી માટે છઠ્ઠી એપ્રિલે સમાપ્ત થયું હતું મતદાન,આજે કોવિડ-19ના દિશા નિર્દેશો સાથે યોજાઈ રહી છે મતગણતરી

કેરળ વિધાનસભા ચૂંટણી (Kerala Assembly Election) માટે છઠ્ઠી એપ્રિલે મતદાન સમાપ્ત થયું હતું. આજે કોવિડ-19ના દિશા નિર્દેશો સાથે મતગણતરી યોજાઈ રહી છે ત્યારે સવારે આઠ વાગ્યાથી કેરળ વિધાનસભાની 8 બેઠકો માટે મતગણતરી થઈ રહી છે.

ગત ચૂંટણીમાં કેરળમાં ભારતીય જનતા પાર્ટીને ફક્ત નેમોનમાં જ જીત મળી હતી પરંતુ આ વખતે ભાજજપને ખૂબ મોટી આશા હતી. જોકે, વલણમાં મેટ્રોમેન નેમોનથી આગળ છે.

મુખ્યમંત્રી પિનરઈ વિજયન, સ્વાસ્થ્યમંત્રી કે શૈલેજા, પૂર્વમુખ્યમંત્રી ઓમન ચંડી, વિપક્ષના નેતા રમેશ ચેન્નીથલા, પોત પોતાની સીટો પર આગળ ચાલી રહ્યા છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ચીના અધ્યક્ષ સુરેન્દ્રન કોન્ની મંઝેશ્વરથી પાછળ ચાલી રહ્યા છે

રાજ્યમાં બહુમતનો આંકડો 71 છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 1, સીપીઆઈ (એમ)ને 58, કૉંગ્રેસને 22, એનસીપીને 2, આઈયૂએમએલને 18, જેડીએસને 03, કેરલ કૉંગ્રેસ (એમ)ને 1 અને અન્યોને 11 બેઠકો મળી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.