કોરોના વાયરસને લઇને પશ્ચિમ બંગાળથી ચોંકાવનારી રિપોર્ટ બહાર આવ્યો છે,રાજ્યનાં પ્રવાસે આવેલી ઇન્ટર મિનિસ્ટ્રિયલ સેન્ટર ટીમ (IMCT) એ કહ્યું કે Covid-19થી થનારી મોતનાં કેસમાં પશ્ચિમ બંગાળમાં મૃત્યુદર દેશમાં સૌથી વધુ 12.8 ટકા છે.
IMCTએ કહ્યું કે મુખ્ય સચિવ રાજીવ સિન્હાએ આ અંગે માહિતી આપી છે. IMCTનાં રિપોર્ટ બાદ કેન્દ્ર અને મમતા સરકાર વચ્ચે ઘમાસાણ વધી ગઇ છે.
IMCTનાં સભ્ય અપુર્વ ચંદ્રાએ રાજ્યનાં મુખ્ય સચિવ રાજીવ સિન્હાને મોકલેલી પોતાની ટિપ્પણીમાં કહ્યું કે દેશમાં કોવિડ-19 મૃત્યુ દરમાં સૌથી વધુ 12.8 ટકા છે.
દિલ્હી પરત ફરેલા સિન્હાએ આ પત્ર સિન્હાને લખેલા પત્રમાં કહ્યું કે મૃત્યુદર વધતા એ સ્પષ્ટ છે કે રાજ્યમાં ટેસ્ટ ઓછા થયા છે, અને કોરોના સંક્રમિતો પર નજર રાખવામાં બેદરકારી રાખવામાં આવી છે.
ચંદ્રાએ કહ્યું કે મેડિકલ બુલેટીનમાં રાજ્ય દ્વારા કોવિડ-19 નાં કેસ અને કેન્દ્ર સરકારને આપવામાં આવેલી માહિતીમાં અંતર છે. ચંદ્રાનાં નેતૃત્વમાં તપાસ ટીમ બે સપ્તાહ શહેરમાં વિતાવ્યા બાદ નવી દિલ્હી પાછી ફરી છે.
આ પ્રાર્થમિક તપાસ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે,આ રિપોર્ટથી એ સ્પષ્ટ થાય છે કે કોરોના રોગચાળાને લઇને વધુ સુધારાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.