બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર કોરોના વાયરસ સામે ચાલી રહેલી લડતમાં સતત મદદ કરી રહ્યો છે. પીએમ કેર ફંડમાં 25 કરોડની જંગી રકમનું દાન આપ્યા બાદ હવે અક્ષય કુમારે 3 કરોડ વધુનું દાન આપ્યું છે. આ વખતે અક્ષય કુમારે બીએમસીને આ દાન આપ્યું છે. તેમણે ડોકટરો માટે પી.પી.ઇ., માસ્ક અને રેપિડ ટેસ્ટિંગ કીટ ખરીદવા માટે આ દાન આપ્યું છે.
અહેવાલો અનુસાર અક્ષયે આ રકમ સ્વાસ્થ્યકર્મીઓને માટે માસ્ક અને ટેસ્ટીંગ કીટ વગેરે ખરીદવા માટે દાન આપી છે. જણાવી દઈએ કે ડોકટરો તરફથી સતત માંગ આવી રહી છે કે તેમને પી.પી.ઇ. (Personal protective equipment) આપવામાં આવે. આ એક એવી કીટ છે જે ડોકટરો કોરોનાથી સંક્રમિત દર્દીઓની સારવાર દરમ્યાન પહેરે છે અને આની મદદથી તેઓ પોતાની જાતને સંક્રમણથી બચાવી શકે છે.
જણાવી દઈએ કે આ પહેલા અક્ષય કુમારે પીએમ નરેન્દ્ર મોદીના કેર ફંડમાં 25 કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી હતી. ટ્વીટ કરીને આ વિશે માહિતી આપતાં અક્ષય કુમારે લખ્યું, ‘આ તે સમય છે જ્યારે આપણા માટે માત્ર લોકોના જીવનની કિંમત છે. આપણે તેના માટે જે કંઇ કરી શકીએ તે કરવું જોઈએ. હું મારી બચતમાંથી નરેન્દ્ર મોદીજીના પીએમ કેર્સ ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન કરવાની પ્રતિજ્ઞા કરું છું. જીવ બચાવો.’
અક્ષય કુમારના આ પગલાની પીએમ મોદીએ પણ પ્રશંસા કરી હતી. ટ્વિટનો જવાબ આપતાં પીએમ મોદીએ લખ્યું, ‘પ્રશંસનીય પગલું. સ્વસ્થ ભારત માટે દાન કરતા રહો.’ બોલિવૂડની ઘણી હસ્તીઓ મદદ માટે આગળ આવી છે, ત્યારે કિંગ ખાન શાહરુખ ખાને પણ BMCને તેની 4 માળની ઓફિસ બિલ્ડિંગ ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવાની ઓફર કરી છે. આ સિવાય શાહરૂખે અનેક જગ્યાએ દાન આપીને કોરોના પીડિતોને મદદ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.