covid-19: રાજયમાં આજે 960 નવા કેસ, 7 દર્દીઓનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 4241

ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવાળી પછી તેજ ગતિએ વધ્યું હતું હવે જો કે તેમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ સાવધાની રાખવી જરૂરી છે, આજે રાજ્યમાં કોવિડ-19ના નવા 960 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે વધુ 7 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4241 થયો છે.

રાજ્યમાં આજે કુલ 1268 દર્દી સાજા થયા હતા અને 54,612 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 91,08,393 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.28 ટકા છે.

રાજ્યમાં હાલ 11625 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,20,393 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 66 દર્દી વેન્ટીલેટર પર છે અને 11559 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,36,259 પર પહોંચી છે.

રાજ્યનાં વિવિધ શહેરોમાં આજે કુલ 7 દર્દીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે, તેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3 મોત નોંધાયા છે. આ સાથે જ કુલ મૃ્ત્યુંઆંક 4241 થયો છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા નવા કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશન 204, સુરત કોર્પોરેશન 124, વડોદરા કોર્પોરેશન 102, રાજકોટ કોર્પોરેશન 96, વડોદરા 33, કચ્છ 31, બનાસકાંઠા 26, રાજકોટ 26, સુરત 26, પંચમહાલ 24, ગાંધીનગર 22, મહેસાણા 21, ગાંધીનગર કોર્પોરેશન 18, દાહોદ 17, ખેડા 16, જુનાગઢ કોર્પોરેશન 15, ભાવનગર કોર્પોરેશન 14, આણંદ 13, ભરૂચ 11, અમરેલી 10, ગીર સોમનાથ 10, સાબરકાંઠા 10, સુરેન્દ્રનગર 10, જામનગર કોર્પોરેશન 9, જુનાગઢ 9, મોરબી 9, મહીસાગર 8, અમદાવાદ 7, પાટણ 7, અરવલ્લી 6, જામનગર 6, ભાવનગર 5, બોટાદ 4, નર્મદા 4, પોરબાંદર 3, દેવભૂમિ દ્વારકા 2, છોટા ઉદેપુર 1, વલસાડ 1, ડાંગ કેસ સામે આવ્યા છે.

ગુજરાતનાં અલગ- અલગ જિલ્લાઓમાં આજ સુધી કુલ 5,07,002 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,06,876 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 126 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.