કોરોના વાયરસ (Coronavirus) સામેની લડાઇમાં ભારતે હાઇડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) મોકલીને જે રીતે સુપર પાવર અમેરિકાની મદદ કરી તે ખરેખર પ્રશંસનીય હતી.
આ જ કડીમાં હવે અમેરિકા ભારતની મદદ માટે આગળ આવ્યું છે. અમેરિકાએ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે ભારતને સ્વાસ્થ્ય સહાયતા રૂપે લગભગ 5.9 મિલિયન ડોલર પ્રદાન કર્યા છે. આ જાણકારી અમેરિકન મંત્રાલયે આપી છે.
અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું કે આ રકમનો ઉપયોગ ભારતમાં કોરોના પીડિત લોકોની મદદ, બિમારી સાથે સંબંધિત જાગૃતિ અભિયાન અને તેને નાથવા માટે કરવામાં આવી રહેલી રિસર્ચમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ રાહત ભંડોળનો ઉપયોગ કટોકટીની તૈયારી માટે કરવામાં આવશે.
આ અમેરિકા દ્વારા ભારતને ગત 20 વર્ષથી આપવામાં આવી રહેલી 2.8 બિલિયન ડોલરના રાહત ભંડોળનો હિસ્સો છે. જેમાં 1.4 બિલિયન ડોલર સ્વાસ્થ્ય રાહત ભંડોળ રૂપે આપવામાં આવે છે.
વિદેશ મંત્રાલય અને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટે હવે ઇમરજન્સી સ્વાસ્થ્ય, માનવીય અને આર્થિક સહાયતા માટે લગભગ 508 મિલિયન ડોલર ખર્ચ કરવાની તૈયારી દાખવી છે.
દુનિયાભરના સમુદાયોને મહામારી સામે લડવામાં અમેરિકા પહેલાથી જ બહુપક્ષીય અને બિન સરકારી સંગઠનો એટલે કે એનજીઓને રાહત ભંડોળ પ્રદાન કરતુ આવ્યું છે. આ રાશિ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે.
અમેરિકાએ આ દેશોને પણ આપ્યું રાહત ભંડોળ
અમેરિકાએ કોરોના વાયરસ સામે લડવા માટે સાઉથ એશિયાના દેશોમાં અફઘાનિસ્તાનને 18 મિલિયન ડોલર, બાંગ્લાદેશને 9.6 મિલિયન ડોલર, ભૂટાનને 5 લાખ ડોલર અને શ્રીલંકાને 1.3 મિલિયન ડોલર, પાકિસ્તાનને 9.4 મિલિયન ડોલર અને શ્રીલંકાને 1.3 મિલિયન ડોલરનું રાહત ભંડોળ આપી ચુક્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.