રાજ્યમાં વધુ એક કોવીડ હૉસ્પિટલ, આવી ગઈ છે આગની ઝપટમાં

ભરૂચ શહેરની પટેલ વેલફેર (Patel Welfare Covid Hospital fire) કોવીડ હૉસ્પિટલનાં કોવીડ આઈસીયું વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવતાં 16 વ્યક્તિનાં કરૂણ મોત નીપજ્યાના અહેવાલો છે જ્યારે અનેક વ્યક્તિઓ આગના કારણે દાજ્યા છે.

આ દર્દીઓમાં 12 દર્દી હતા જ્યારે બાકીના સ્ટાફનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય દર્દીઓ આગના કારણે દાજ્યા છે. આગ મોડી રાતે લાગી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોના પરિવાર પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યુ છે .

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ભરૂચની કોવીડ હૉસ્પિટલમાં સર્જાયેલી આગ ની દુઃખદ ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી

પ્રાથમિક માહિતી અનુસાર, ભરૂચની વેલફેર હૉસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. તેવામાં તા. 30 એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલાના કોવિડ આઈસીયુ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ દુર્ઘટનામાં મૃતાંક વધવાની પણ સંભાવના છે. આગમાં 12 દર્દીઓ સહિત 16નાં મોત થયા છે જ્યારે અન્ય દર્દીઓને બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. રાત્ર આશરે 40 એમ્બ્યુલન્સને બચાવ કામગીરીમાં જોતરી દેવામાં આવી હતી

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.