મ્યુનિ.ના કેટલાક અધિકારીઓએ સમિતિના શિક્ષકોને શિક્ષણ ઉપરાંત મહામારીની કામગીરી સોંપાતા કામનું ભારણ પણ વધ્યું
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને કોરોના સંદર્ભે કામગીરી સોંપાયા બાદ ૨૫૧ શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે જ્યારે એક શિક્ષિકાએ જીવ ગુમાવ્યો છે. મ્યુનિ. અધિકારીઓએ પોતાની કામગીરી સારી દેખાડવામાં શિક્ષણની કામગીરી કરતા શિક્ષકોને અન્ય કામગીરી ઉપરાંત ડોર ટુ ડોર સર્વે સહિતની આરોગ્યને લગતી કામગીરી સોંપી દેવાતા શિક્ષકો કોરોનામાં સપડાયા છે.
સુરત મ્યુનિ.માં કોવિડની કામગીરીમાં મહાનગરપાલિકા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને પણ કોવિડની કામગીરીમાં જોડી દેવામાં આવ્યા છે. માત્ર શિક્ષણની પ્રવૃત્તિ માટે તાલિમ પામેલા શિક્ષકોને કોવિડની મહામારી દરમિયાન સૌથી જોખમી એવી લોકોના ઘરે ઘરે જઈને સર્વે કરવાની કામગીરી પણ સોંપાઇ હતી. આ ઉપરાંત શિક્ષકોને મધ્યાહન ભોજનની કુપન, અનાજ વિતરણ સાથે એકમ કસોટી, નવું સત્ર શરૃ થતાં સાહિત્ય તૈયાર કરવા જેટવી સંખ્યાબંધ કામગીરી સોંપવામાં આવી હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર કામગીરીનું ભારણ હોવા છતાં આસી. કમિશ્નર દ્વારા બેંક, કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ સહિતના અનેક એકમો પર જઈને સુરક્ષા કવચ કમિટિ જેવી વધારાની કામગીરી સોંપાઇ હતી. આ શિક્ષકોને આરોગ્યની કોઈ પ્રકારની તાલિમ ન હોવા છતાં તેઓએ આ કામગીરી સારી રીતે પુરી કરી છે. પરંતુ મ્યુનિ.ના કેટલાક અધિકારીઓએ બિનજરૃરી કામગીરી સોપી દેતાં શિક્ષકો થાકી ગયાં હતા. આ કામગીરી સાથે સાથે કોવિડની કામગીરી કરતાં કરતાં અત્યાર સુધીમા ૨૫૧ શિક્ષકો કોરોના પોઝીટીવ થઈ ગયાં છે અને એક શિક્ષિકાએ જીવ ગુમાવ્ય છે .
સુરત મ્યુનિ.ના સર્વેમાં સૌથી વધુ 68 શિક્ષકો વરાછા ઝોનમાં કોરોના પોઝીટીવ આવ્યા છે જ્યારે લિંબાયત ઝોનમાં 66શિક્ષકો પોઝીટીવ આવ્યા છે. હાલમાં સૌથી ઓછું સંક્રમણ છે તેવા અઠવા ઝોનમાં માત્ર9 શિક્ષકો પોઝીટીવ આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.