COVID19:માસ્કને લઇને થયેલા અભ્યાસમાં સામે આવ્યા આ ચોકાવનારા ખુલાસાઓ

કોરોના ચેપથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ અને ફેસ માસ્ક પહેરવું સહિતની કાળજી રાખવી જરૃરી છે. જોકે માસ્ક પહેરવાથી કોરોના સિવાયની વિવિધ બીમારીથી પણ બચી શકાય છે. જ્યારે વધુ સમય માસ્ક પહેરવાથી તકલીફ થવાની શક્યતા પણ રહેલી છે.

માસ્ક પહેરવાથી કોરોનાના ચેપથી બચી શકાય છે. સાથે સાથે કોરોના સિવાય  સ્વાઈન ફ્લૂ, ટીબી, રેસપીરેટરી વાયરલ, ફ્લૂ વાયરસ તથા હવામાનમાં રહેલા પ્રદૂષણ વગેરે બીમારીઓથી રક્ષણ મળતુ હોવાનું સિવિલના ડોક્ટર્સે જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ હૃદય, શ્વાસ તકલીફ સહિતની અન્ય બીમારીથી પીડાતા હોય તેવા વ્યક્તિઓ વધુ સમય સુધી માસ્ક પહેરવાથી તકલીફ થવાની શક્યતા છે. આ વ્યક્તિઓએ ભીડભાડવાળી જગ્યાએ જાય તો હાલની પરિસ્થિતિમાં અચૂક માસ્ક પહેરવું જોઈએ.

તમામ વ્યક્તિઓ કોઈ અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરે તો પણ માસ્ક પહેરવું જોઈએ. જયારે તમે એકલા હોય ત્યારે તેને પહેરવાનું નહી. કારમાં ઘણા લોકો એ.સી. સાથે ફેસ માસ્ક પહેરે છે. તે પહરેવુ જોઇએ નહીં,ઘરે તેનો ઉપયોગ ન કરો.પણ ઘરમાં કોઈ સભ્યો શરદી ખાંસી હોય તે વ્યક્તિએ માસ્ક પહેરવું જોઈએ.તેનો ઉપયોગ ફક્ત ભીડવાળી જગ્યાએ અને જ્યારે એકથી વધુ વ્યક્તિઓના નજીકના સંપર્કમાં હોઇએ ત્યારે જ કરો . તેનો ઉપયોગ ઘટાડવા માટે બધાથી થોડા દૂર રહો.હાલની પરિસ્થિતિમાં દરેક વ્યક્તિઓએ બે માસ્ક સાથે રાખો અને તેને દર ૪-૫ કલાકે બદલવા જોઈએ. એવું ડોક્ટરે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.