COVID 19: રેલવેનો મહત્વનો નિર્ણય મહારાષ્ટ્રથી દોડતી 23 ટ્રેનો રદ્દ

દેશમાં ઘણા શહેરોમાં કોરોના વાયરસનાં  પગલે જાહેર સેવાઓ બંધ કરવામાં આવી છે,મંગળવારે કોરોના વાયરસનાં ચેપનાં  જોખમને જોતા સેન્ટ્રલ રેલવે દ્વારા મોટી સંખ્યામાં ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રથી આવનારી અને રદ્દ કરવામાં આવેલી ટ્રેનોની સંખ્યા 23 છે, તેમાંથી કેટલીકને માર્ચનાં અંત સુંધી તો કેટલીકને એપ્રિલ સુંધી રદ્દ કરવામાં આવી છે.

મળેલી માહિતી મુંજબ મંગળવારે મહારાષ્ટ્રમાં 5 નવા કેસ બહાર આવ્યા છે, આ તમામ નાગરીક વિદેશી છે, 5 નવા કેસ નોંધાતા મહારાષ્ટ્રમાં કોરોનાથી ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 41 થઇ ગઇ છે, અને દેશભરમાં કોરોનાનાં દર્દીઓની 137 થઇ ચુકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.