COVID-19નો સામનો કરવા હવે આયુર્વેદીક પ્રણાલી અપનાવાશે, PM મોદીએ ટાસ્ક ફોર્સ રચી

ભારતમાં વધતા કોરોના વાયરસને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ મંત્રાલય અંતર્ગત ટાસ્ક ફોર્સની રચના કરી છે. કેન્દ્રીય આયુષ પ્રધાન શ્રીપાદ યેશો નાઈકએ જણાવ્યું કે, ICMR અને ટાસ્ક ફોર્સ કોરોના વાયરસના સંક્રમણથી લડવા માટે સાથે મળીને કામ કરશે.

નાઈકે વધુમાં જણાવ્યું હતું કે, આયુર્વેદની વૈજ્ઞાનિક માન્યતા માટે આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે જે ICMRની સાથે મળીને કામ કરશે. આ આયુર્વેદ અને પારંપરિક દવાઓના મેડિકલ ફોર્મૂલાને covid-19 સામે વૈજ્ઞાનિક રીતે પ્રયોગ કરવાની દિશામાં કામ કરશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આયુર્વેદ અને હોમિયોપેથિક દવાઓ કોરોના વાયરસ જેવી ખતરનાક બીમારીની સારવાર માટે અ્ક્સિર સાબિત થશે.

તેમના જણાવ્યા પ્રમાણે આ સમયે જ્યારે એલોપેથી જૈવી પ્રદ્ધતિ નિષ્ફળ જઇ છે ત્યારે ભારતમાં આયુર્વેદ થકી કોવિદ19ના રોગની સારવાર માટે તૈયાર છીએ.

આ પહેલા પણ શ્રીપાદ યેશો નાઈકે બ્રિટેનના પ્રિન્સ ચાર્લ્સ અંગે કહ્યું હતું કે, બેંગ્લુરુના એક આયુર્વેદિક ચિકિત્સકે દાવો કર્યો હતો કે, તેમના ફોર્મૂલાથી બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ કોરોના વાયરસના સંક્રમણથી ઠીક થઈ જશે. તેમણેએ પણ જણાવ્યું કે, આયુર્વેદ અને હોમિયોપેથિક દવાઓ કેવી રીતેકોરોના વાયરસની સારવારમાં કારગર છે.

ભારત ટૂંક જ સમયમાં આયુર્વેદિક પદ્ધતિથી કોરોના વાયરસના રોગીઓની સારવાર કરશે. વૈજ્ઞાનિક પ્રામાણિકતા નહીં મળવાના કારણે ભારત આ પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ નહીં કરી શકતું. અત્યારે હાલતના સંકટ દરમિયાન માત્ર સાવધાનીના ઉપાય તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.