આજે આખું વિશ્વ કોરોના વાયરસના ચેપ સામે ઝઝુમી રહ્યું છે. આ રોગચાળાએ ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આરોગ્યનું મોટી સંકટ ઉભું કર્યું છે. ભારતમાં પણ ચેપનો આંકડો 1 કરોડને આંબી રહ્યો છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલે મહત્વની ટિપ્પણી કરી છે. કોવિડ -19 રોગચાળોને ‘વિશ્વયુદ્ધ’ ગણાવતાં, સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે તેને ફેલાતો રોકવા માટે જારી કરાયેલી માર્ગદર્શિકા અને ધોરણોનો અમલ ન કરવાને કારણે તે ‘જંગલની આંગ’ની જેમ ફેલાયેલો છે.
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસો વધીને 99 લાખ 79 હજાર 447 થયા છે અને આ જીવલેણ ચેપથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 1 લાખ 44 હજાર 789 થઈ ગઈ છે. ન્યાયાધીશ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ આર સુભાષ રેડ્ડી અને ન્યાયાધીશ વી રામાસુબ્રમણ્યમની બેન્ચે કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણને ફેલાતું રોકવા માટે કર્ફ્યુ લાદવા અથવા લોકડાઉન લાગુ કરવા જેવા નિર્ણયો અંગે કહ્યું હતું કે આવી કોઈ ઘોષણા પહેલા થવી જોઈએ, જેથી લોકો અગાઉથી તૈયાર થઈ જાય. તેમની આજીવિકા વિશે અગાઉથી નિર્ણય લઇ શકે.
‘કોવિડ -19 રોગચાળો વિશ્વ યુદ્ધ’
સર્વોચ્ચ અદાલતે કોવિડ -19 રોગચાળાને ‘વિશ્વયુદ્ધ’ ગણાવતાં કહ્યું છે કે વિશ્વની દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે આ રોગચાળાથી પ્રભાવિત થઇ છે. કોર્ટે કહ્યું કે તેના ફેલાતો રોકવા માટે લાગુ દિશાનિર્દેશો અને ધોરણોનું પાલન ન કરવાને કારણે અને બેદરકારીને લીધે તે દેશમાં ‘જંગલની આંગ’ની જેમ ફેલાયો છે. સર્વોચ્ચ અદાલતે કોવિડ -19 રોગચાળા સામે છેલ્લા 8 મહિનાથી સતત કાર્યરત ડોકટરો, નર્સો અને ફ્રન્ટ લાઈન આરોગ્ય કર્મચારીઓની શારીરિક અને માનસિક થાકને ટાંકતાં એમ પણ કહ્યું કે તેમને થોડો આરામ આપવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.